Western Times News

Gujarati News

વડોદરાના ASIએ યુવતીને હોસ્પિટલ પહોંચાડીે બચાવી લીધી

વડોદરા, વડોદરામાં ખાખીએ માનવતા મહેકાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે..ખાખીની માનવતાનો વીડિયો ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ ટ્‌વીટર હેન્ડલ પર શેર કરી વાયરલ કર્યો હતો.રાવપુરા પોલીસ મથકના ASIએ અકસ્માતગ્રસ્ત યુવતીને બચાવી હતી.ટ્રેલર સાથે વાહન ભટકાતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ASIસુરેશ હિંગળાજીયાએ યુવતીને SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. વાહન અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને ASI કફન પણ ઓઢાળે છે.પોતાની PCRમાં જ કફનનો સામાન સાથે રાખે છે.

યુવતીની વહારે આવનાર રાવપુરા પોલીસ સ્ટેશન ASI સુરેશભાઈ હિંગળાજીયાએ કહ્યું કે કાલે અમે જાહેર રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બરાબર પોલીસ ભવનની સામેના રોડ પર સવારે વરસાદ પડેલો હતો જેના કારણે રોડ સ્લીપી થઈ ગયો હતો.આવતા જતા લોકો અહી પડી જતા હતા. જેમાં એક છોકરીનું એક્ટીવા સ્લીપ મારી પડી ગયું હતું. તેને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી.

જે જાેતા જ તાત્કાલિક ૧૦૮ની રાહ જાેયા વગર અમારી પીસીઆર વાનમાં ઘાયલ યુવતીને બેસાડી નજીકની SSG હોસ્પિટલમાં ખૂબ જ ઝડપથી ઈમરજન્સીના ધોરણે દાખલ કરી હતી.ખાખીની સેવાના વખાણ કરતાં ડીસીપી ઝોન ૨ અભય સોનીએ જણાવ્યું કે અકસ્માત થાય અને ઝડપી સારવાર મળે તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિના બચવાના ચાન્સ ખૂબ વધારે હોય છે.

યુવતીને માથાને ભાગે વાગ્યું હતું. જેથી સમયસૂચકતા વાપરી ASI સુરેશભાઈ હિંગળાજીયાએ તેમના સાથી પોલીસકર્મી સાથે મળી યુવતીને તાબડતોબ ખુદ જઈને હોસ્પિટલ ભેગી કરી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ સ્ટ્રેચરની રાહ ન જાેતાં યુવતીને ઉપાડી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. સારવાર બાદ યુવતી હાલ સ્વસ્થ છે. ASIની આ કામગીરી પ્રશંશાને પાત્ર છે. જેથી તેમણે પ્રમાણ પત્ર આપી બિરદાવવામાં આવ્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.