Western Times News

Gujarati News

વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, અજાણ્યા ઈસમો સામે ફરિયાદ

મોરબી, વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનને ઊથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલવે ટ્રેક પર બાવળ, ઇંટોના ટુકડાઓ મૂકી અજાણ્યા ઇસમો દ્વારા ટ્રેનને ઊથલાવવાનો પ્રયાસ કરાયો હતો. સિનિયર સેક્શન એંજિનિયરે આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

બ્રોડગેજ લાઇનનું નિયંત્રણ અને નિરીક્ષણ કરવાનું કામ કરતા અધિકારી સુરેશકુમારની ફરિયાદ મુજબ, ગત રાતે દોઢ વાગ્યાના અરસામાં વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી.

રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટે રવાના થઈ હતી.

આ ડેમુ ટ્રેન મકનસર-વાંકાનેર સ્ટેશન વચ્ચે આવતા એસ-૬૦ સિગ્નલ પાસેથી પસાર થઇ હતી. આ સમયે ડેમુ ટ્રેનના ચાલકે રેલવે ટ્રેક પર બાવળ અને ઈંટના મોટા ટુકડાઓ જાેયા હતા. અને અચાનક જ ટ્રેનને બ્રેક મારી હતી. અને ટ્રેન ટ્રેક પર પડેલી વસ્તુઓ સાથે અથડાઈને ઊભી રહી હતી.

ટ્રેન ઊભી રહેતા ટ્રેનના ચાલક દ્વારા નીચે ઉતરીને તપાસ કરવામાં આવી હતી. રેલવે ટ્રેક ઉપર ઇંટોના ટુકડા અને બાવળનો મોટી માત્રમાં જથ્થો જાેવા મળ્યો હતો. જેથી ચાલકે તાત્કાલિક આ ઘટના અંગે રાજકોટ રેલવે કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

જાે કે સદનસીબે ટ્રેન ખાલી હતી. તેમાં કોઈ પેસેંજર હતા નહીં. અને હલ્કની સાવચેતીને કારણે મોટી દુર્ઘટના ટાળી હતી. કંટ્રોલ રૂમનો સ્ટાફ ઘટના સ્થળે આવી ચઢતા તેમણે ટીઆરએનનું પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. અને ટ્રેક ઉપરના ઈંટો અને બાવળ દૂર કરી ટ્રેન ને રવાના કરી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.