Western Times News

Gujarati News

સરકારે ૧.૨૫ કરોડ સવા કરોડથી વધુની જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે

ગાંધીનગર,આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી હતી આ બેઠક બાદ પ્રવકતા મંત્રીશ્રી જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીએ યુનાઈટેડ નેશન્સની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ; મનાવવા પ્રસ્તાવ મૂક્યો અને યુનાઈટેડ નેશન્શની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક ર્નિણય લીધો. આ વર્ષની યોગ દિવસની થીમ માનવતા માટે યોગ નક્કી કરવામાં આવ્યું છે.

છેલ્લા બે વર્ષની કોવિડ મહામારી બાદ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આ વર્ષે નક્કી કરાયું છે. ગુજરાત પણ દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, મહાનગપાલિકા, મહાનગપાલિકાના દરેક વોર્ડ, સાથો સાથ દરેક શાળા, કોલેજાે, યુનિવર્સિટી, આઈ.ટી.આઈ., તમામ આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશનો, જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ અંદાજે ૧.૨૫ કરોડ સવા કરોડથી વધુની જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

હાલ દેશમાં આઝાદીનો અમ્રુત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે રાજયમાં ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતાં ૭૫ આઈકોનીક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તા.૨૧ મી જૂન, ૨૦૨૨ના રોજ સવારે ૬ઃ૦૦ કલાકે આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં જાેડાઈને જનભાગીદારી થકી આ વખતના કાર્યક્રમની થીમ ;માનવતા માટે યોગને સાર્થક કરવા મંત્રીશ્રી વાઘાણીએ રાજ્યના પ્રજાજનોને અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યુ છે કે, ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્‌બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા. જેના ભાગ રૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની વાવણી પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના ખેડૂતો ની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે. મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે.

જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા થી ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.hs3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.