Western Times News

Gujarati News

જુહાપુરામાં એક સાથે આઠ દુકાનોમાં ભીષણ આગ લાગી

આગમાં માલ સામાન બળીને ખાખ – જુહાપુરામાં વહેલી સવારે દુકાનોમાં ભીષણ આગ લાગતા દોડધામ, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું તારણ

અમદાવાદ, શહેરના જુહાપુરા વિસ્તારમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જુહાપુરામાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક સાથે ૮ દુકાનો ઝપેટમાં આવતા માલ-સામાન બળીને ખાખ થઈ ગયો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, અને પોલીસ તેમજ ફાયરવિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આગની ઘટનામાં હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

મીડિયા રિપોર્ટ મુજબ જુહાપુરા વિસ્તારમાં વહેલી સવારે ૮ જેટલી દુકાનોમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જાેકે, ફાયરવિભાગની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે, હજી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલા શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.જુહાપુરામાં વહેલી સવારે દુકાનોમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે, ધૂમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. દુકાનોની આસપાસ રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આગની ઘટનામાં દુકાનોમાં પડેલો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગની ઘટનાઓ વધી છે. અમદાવાદમાં અઠવાડિયામાં આગની ત્રણ ઘટનાઓ બની છે. આજે વહેલી સવારે જુહાપુરામાં દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી, જ્યારે ૩ દિવસ પહેલા શહેરના ગોતા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.

તે પહેલા ૧૯ જાન્યુઆરીના રોજ શહેરના શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા આંબેડકર હોલમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આંબેડકર હોલમાં વેલ્ડિંગની કામગીરી કરતી વખતે આગની ઘટના બની હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા તેમજ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.