Western Times News

Gujarati News

બનાસકાંઠામાં સાધુ વેશમાં આવેલા ૩ લૂંટારા ઝડપાયા

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જાત-ભાડલીમાં લૂંટની વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવેલા ત્રણ જેટલા લૂંટારૂઓ સોના સહિત રોકડ લઇને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂઓની હરિયાણા પાસિંગની કાર રેતાળ વિસ્તારમાં ફસાઈ ગઈ હતી.

જે બાદ સ્થાનિક લોકોએ ફિલ્મ ઢબે તમામ લૂંટારૂઓને ઝડપી લીધા હતા. ઘટનાની વિગતો મુજબ, બનાસકાંઠાના દાંતીવાડાના જાત-ભાડલી ગામે ત્રણ લૂંટારૂ શખ્સો સાધુ બનીને કારમાં આવ્યા હતા. અહીં રસ્તો પૂછવાના બહાને તેમણે રાહદારીને કંઈક પ્રવાહી પીવડાવ્યું, આ પાણીમાં નશીલો પદાર્થ હોઈ રાહદારી બેભાન જેવો થઈ ગયો હતો.

રાહદારી કંઇ સમજે તે પહેલા જ આ ત્રણેય લોકો સોનાંની મરકી તથા રોકડ સહિતનો મુદ્દામાલ લઇને ફરાર થઇ ગયા હતા. જાે કે લૂંટના ભોગ બનેલા વ્યક્તિએ ગામના લોકોને જાણ કરતા ગામના લોકોએ તેમની કારનો ટ્રક્ટરમાં પીછો કર્યાં હતો અને કાર રેતાળ જમીનમાં કાર ફસાઇ જતાં લૂંટારૂને રંગે હાથે ઝડપી પાડ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.