Western Times News

Gujarati News

અમરેલી પાટીયા પાસે રાતના સમયે લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

હાઈવે પર વાહનચાલકોને રોકી લૂંટ મચાવતી ગેંગ અંતે પકડાઈ

અમદાવાદ,  મોરબી નજીકના અમરેલી ગામના પાટીયા પાસેથી શુક્રવારે રાતના દસેક વાગ્યે વાહનચાલકોને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. ૪.૨૧ લાખના મુદ્દામાલની લૂંટ થઈ હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આ અંહે ૪.૨૧ લાખના મુદામાલની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

એક-બે નહિ, પરંતુ જુદા-જુદા ૧૫ થી વધુ વાહનચાલકોને રોકીને તેમણે ધમકાવવામાં આવ્યા હતા અને તેઓના વાહનોમાં નુકશાની કરવામાં આવી હતી. આ ગુનામાં મોરબીના જ વીસીપરા વિસ્તારમાં રહેતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બંને પાસેથી ૬ મોબાઈલ, બે છરી અને બે વાહન કબજે કરાયા છે. લૂંટમાં ગયેલા રૂપિયાને રિકવર કરવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે.

મોરબીના નવલખી ફાટકથી હાઇવે તરફ જવાના રસ્તે વચ્ચે આવતા અમરેલી પાટીયા પાસે શુક્રવારની રાતના સમયે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ શખ્સોએ ત્યાંથી નીકળતા વાહન ચાલકોને રોકીને લૂંટ કરી હતી. મોરબીના કારખાનાથી ઘરે જતા રોહીત દયાલ નામના યુવાનને રોકીને તેને છરી મારીને તેની પાસેથી ૬૪૦૦ ની રોકડ લૂંટી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નવીન નાનજીભાઇ નામના વ્યક્તિને ઊભા રાખીને તેની પાસેથી બે મોબાઈલ ફોનની લૂંટ કરાઈ હતી. આ જ ક્રમે મોરબીના રવાપર ગામ પાસે નિલમાધવ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી પંકજ પ્રભુભાઈ બાવરવા કે જેમની નેકસા પેપર મિલ પાસે કરિયાણાની દુકાન આવેલી છે, તેઓ ભત્રીજા સાથે બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા, ત્યા

રે તેઓને પણ રોકીને તેમના ગળા ઉપર છરી રાખીને તેની પાસે રોકડા ચાર લાખ રૂપિયા ભરેલ થેલો લૂંટી લેવાયો હતો. જેને આરોપીઓ લૂંટી ગયા હતા. આ બનાવમાં પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બે શખ્સની ધરપકડ કરી છે. તેમજ અન્ય એક આરોપીને પકડવા શોધખોળ ચલાવી છે. આ ગુનામાં પોલીસે આશીફ રહીમ સુમરા (૨૦) અને આફતઅલી ઉર્ફે અજગર જાકમ ભટ્ટી (૧૯)ની ધરપકડ કરી છે.

અન્ય એક આરોપી નવાબ ઉર્ફે બોદીયો સિકંદર મેમણને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલમાં આરોપીઓ પાસેથી જુદી જુદી કંપનીના ૬ મોબાઇલ, બે છરી, એક એનફિલ્ડ બૂલેટ, એક હિરો કંપનીનું એક્ષટ્રીમ બાઇક મળી કુલ ૨,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.