Western Times News

Gujarati News

આગામી ૩ દિવસ દિલ્હી સહિત રાજ્યોમાં વરસાદ થશે, ઠંડી વધશે

પ્રતિકાત્મક

ઉ. ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી રહી છે, ૨-૪ દિવસો સુધી તાપમાન ૪ ડિગ્રી સુધી નીચે જઇ શકે

નવી દિલ્હી,  ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને ઉત્તરી રાજસ્થાન તથા દિલ્હી સહિત ઘણા ભાગોમાં શીત લહેર ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં ૨૭ જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે અને આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો આવી શકે છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે (૨૩ જાન્યુઆરી)ના રોજ ન્યૂનતમ તાપમાન ૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, તો બીજી તરફ રવિવારે સવારે ૧૦.૨? નોંધવામાં આવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના અનુસાર જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓમાં હિમવર્ષા થઇ રહી છે. જેના લીધે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આગામી ૨-૪ દિવસો સુધી તાપમાન ચાર ડિગ્રી સુધી નીચે જઇ શકે છે.

કેટલાક રાજ્યોમાં આગામી ૪૮ કલાકમાં વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગએ જાણકારી આપી છે આગામી બે દિવસ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેના હેઠળ વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કરી દીધા છે.

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર શ્રીનગર સહિત કાશ્મીરના દરેક ભાગમાં હિમવર્ષા નોંધવામાં આવી છે. ત્યારબાદ કાશ્મીર દેશના બાકી ભાગોથી વિખૂટી પડી ગયું છે અને શ્રીનગરમાં જીવનની ગતિ પર બ્રેક લાગી ગઇ છે. શુક્રવારે રાતથી શરૂ થયેલી હિમવર્ષા શનિવાર સાંજ સુધી ઘાટીમાં ચાલુ રહી, આ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં તાજેતરના વર્ષોમાં થયેલી સૌથી ભારે હિમવર્ષામાંથી એક છે.

શ્રીનગરમાં સાંજે ૮ઃ૩૦ વાગ્યા સુધી ૫ ઇંચ હિમવર્ષા નોંધવામાં આવી અને ઉત્તરી કાશ્મીરના ગુલમર્ગના પ્રસિદ્ધ સ્કી- રિસોર્ટમાં ત્રણ ફૂટ તાજી હિમવર્ષા નોંધવામાં આવી છે. કાજીગુંડમાં ૭ ઇંચ, કોકેરનાગમાં ત્રણ ઇંચ, પહેલગામમાં ૧૨ ઇંચ અને કુપવાડામાં ૧૫ ઇંચ હિમવર્ષા નોંધવામાં આવી છે.

હિમવર્ષા બાદ ઘાટીમાં રાત્રે તાપમાનમાં વધારો નોંધાયો હતો અને લોકોએ રાહતનો અનુભવ થયો છે. શ્રીનગર શહેરનો પારો, જે શુક્રવારે રાત્રે શૂન્યથી ૬ ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે શૂન્યથી ૨ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહ્યું. તો ગુલમર્ગનો પારો શૂન્યથી ૪.૨ ડિગ્રી ઓછો નોંધાયો છે. દેશની સૌથી ઠંડી જગ્યા કારગીલ રહી, જ્યાં પારો શૂન્યથી ૧૭.૬ નીચે નોંધાયો છે. હવામાન વિભાગના અનુસાર જમ્મૂ કાશ્મીરમાં આ પ્રકારનું હવામાન ૨૫ જાન્યુઆરી બપોર સુધી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.