Western Times News

Gujarati News

સ્કૂલની યાદો તરફ પાછી લઈ જતી હિરેન દોશીની નવી વેબ સિરીઝ યારિયાંનું અમદાવાદમાં શૂટિંગ

અમદાવાદ,જાન્યુઆરી ૨૦૨૧:  ચાલી રહેલા કોરોનાના કપરા કાળને કારણે બાળકોથી માંડીને દરેક વ્યક્તિ  મોબાઈલ સેવી થઈ ગયા છે પરંતુ જો આપણે  થોડાભૂતકાળમાં જઈએ તો સ્કૂલની મજા જે દોસ્તો જોડેની મસ્તીમાં હતી એ  આજે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને જે ભારવિનાનું ભણતર હતું તે દિવસે ને દિવસે અઘરું બનતું જાય છે.

તેવા સમયમાં  તેજ મજા અને મોજ સાથે દરેક વ્યક્તિને પોતાની સ્કૂલનો મસ્તી ભર્યો સમય યાદ તાજી કરાવા માટે હિરેન દોશી, ફિલ્મ મેકર અને ડાયરેક્ટર લઈને આવ્યા છે ધમાકેદાર વેબસિરીઝ “યારિયાં “.  ઉલ્લેખનીય છે કે હિરેન દોશી એ આ પહેલા બસ ચા સુધી, સીઝન ૧,૨ અને ૩, આવુંય થાય જેવી બહુ ચર્ચિત વેબસીરીઝ પણ રજુ કરી છે.

યારિયાં  વેબસીરીઝ  વિશે જણાવતા શ્રી હિરેન દોશી  એ કહ્યું  કે,મારા છેલ્લા 5 વર્ષના અનુભવમાં મેં ઘણીબધી વાર્તાઓ પર કામ કર્યું છે પરંતુ આ સ્ટોરીનો કૉન્સેપ્ટ એકદમ અલગ છે. યારિયાંમાં અમે  સ્કૂલના દોસ્તો વિશેની ગાઢ મિત્રતા અને એની સાથે ભાર વિનાના ભણતરને દર્શાવ્યું છે.

આ સાથે દર્શકોને શાળામાં થતી શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેની મસ્તી, કોમેડી અને બીજા ઘણા બધા ટ્વિસ્ટ મુકવામાં આવ્યા છે. આ સ્ટોરી એક રીઅલ સ્ટોરી પરથી લેવામાં આવી છે.  યારિયાંનું શૂટ અમદાવાદના જાણીતા લોકેશન જેવા કે   ‘ભવન્સ   કોલેજ’  અને ‘ટી પોસ્ટ’ પર કરવામાં આવ્યું છે.

આ વેબસીરીઝની બીજી સીઝન પણ આવશે. પ્રથમ  સિઝનમાં ૧૮- ૧૮ મિનિટના પાંચ  એપિસોડ લેવામાં આવ્યા છે. ભક્તિકુમાવત, સંજય ગલસર, ભદ્રેશ અગ્રવાલ, ભૂમિકા બારોટ, જીગ્ના, કૃણાલ, યશ અજમેરા અને કુશલ જેવા જાણીતા કલાકારો આમાં જોડાયા છે. આ  સાથે પ્રોજેક્ટમાં ધ્રુવ પંચાલ, ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી પણ જોડાયેલ છે.

આ સ્ટોરીના લેખક શ્રી ચિંતન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સ્ટોરી એક રીયલ સ્ટોરી છે અને વેબસીરીઝ લખવાનો આ મારો પેહલો અનુભવ છે.

આની પેહલા મેં ૧ બુક – ડેસ્ટીની ચાઈલ્ડ પણ લખી છે. આ સ્ટોરીમાં દરેક પ્રકારના ઈમોશન્સને રજુ કરાયા છે.અત્યાર સુધી દર્શકો એ રોમેન્ટિક, ક્રાઇમ, થ્રિલર વેબસીરીઝ જોઈ હશે.

પરંતુ આ સિરીઝમાં અમે હ્યુમન  સાથે કોમેડી દર્શાવી છે. અને દર્શકોને કંઈક નવુજ આપવાનો પ્રયત્ન કર્યો છે અને મને  ચોક્કસ ખાતરી છે કે લોકોનેઆ ખુબજ પસંદ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.