Western Times News

Gujarati News

ભાજપ અને આરએસએસની વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વર્તમાન સમયે તામિલનાડૂના પ્રવાસે છે. પોતાના આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સતત ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. સોમવારે પણ તામિલનાડૂના કરુરમાં એક સભાને સંબોધિત કરતા સમયે વિવિધ મુદ્દાઓને લઇને તેમણે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. આ સિવાય રાહુલ ગાંધી કેન્દ્રની એ બાબતે પણ ટીકા કરી રહ્યા છે કે તેમણે તામિલનાડૂના લોકોને નજરઅંદાજ કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે જો આપણે એ વાત ઉપર નજર કરીએ કે છેલ્લા છ વર્ષમાં વડાપ્રધાને દેશને શું આપ્યું છે તો એક નબળા પડેલા ભારતની તસવીર નજર સામે આવે છે. એક એવું ભારત જ્યાં ભાજપ અને આરએસએસ મળીને નફરત ફેલાવી રહ્યા છે, દેશના ભાગલા પાડી રહ્યા છે. આ બંને સંગઠનોની વિચારધારા દેશમાં નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. આપણી સૌથી મોટી તાકાત હતી તે આપણી અર્થવ્યવસ્થા પડી ભાંગી છે.

તેમણે આગળ કહ્યું કે આજે આપણા યુવાનોને નોકરી મળતી નથી, તેમાં તેમનો કોઇ વાંક નથી પરંતુ મોદી સરકારની નીતિઓના કારણે બેરોજગારીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર જે ત્રણ કૃષિ કાયદા લાવી છે તે દેશની ખેતીને બરબાદ કરવાનું કામ કરશે. માટે જ ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. આ કાયદા વડે વડાપ્રધાન દેશના કૃષિ ક્ષેત્રને પણ બે કે ત્રણ મોટા ઉદ્યોગપતિઓને ભેટ આપવા માંગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.