Western Times News

Gujarati News

આપણે દિલ્હી જીતવા નહીં જનતાની દિલ જીતવા જઇ રહ્યાં છીએ: કિસાન મોરચો

નવીદિલ્હી, સંયુકત કિસાન મોરચાએ કિસાન ગણતંત્ર પરેડ (ટ્રેકટર પરેડ)ને લઇ કિસાનોને સલાહ આપી છે કિસાન મોરચાએ કહ્યું કે આપણે ઇતિહાસ બનાવવા જઇ રહ્યાં છીએ આજ સુધી દેશમાં ગણતંત્ર દવિસ પર આ દેશના ગણ એટલે કે આપણા લોકોએ કયારેય આ રીતની પરેડ કાઢી નથી અમે આ પરેડ દ્વારા દેશ અને દુનિયાને પોતાનું દુખ દર્દ બતાવ્યું છે ત્રણ કિસાન કિસાનોની સચ્ચાઇને બતાવી છે આપણે ધ્યાન રાખવાનુ છે કે આ એતિહાસિક પરેડમાં કોઇ પ્રકારનું કલંક ન લાગે,પરેડ શાંતિપૂર્ણ પુરી થાય તેમાં આપણી જીત છે એ યાદ રાખો કે આપણે દિલ્હીને જીતવા જઇ રહ્યાં નથી આપણે દેશની જનતાના દિલ જીતવા જઇ રહ્યાં છીએ.

કિસાન મોરચાએ સંયુકત મોરચાને સર્વસમ્મતિથી પરડ માટે સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પરેડમાં ટ્રેકટર અને બીજી ગાડી ચાલશે ટ્રોલી નહીં જે ટ્રોલીઓમાં વિશેષ ઝાંકી બની હશે તેને છુટ છે દરેક ટ્રેકટર કે ગાડી પર કિસાન સંગઠનના ઝંડા સાથે તિરંગો પણ લગાવવામાં આવે કોઇ પણ પાર્ટીનો ઝંડો લગાવવામાં આવે નહીં પોતાની સાથે કોઇ રીતના હથિયાર રાખવામાં ન આવે લાકડીઓ કે જેલી પણ ના રાખવામાં આવે કોઇ પણ ઉશ્કેરણીજનક કે નેગેટિવ સુત્રોચ્ચારવાળા બેનર ન લગાવવામાં આવે.

એવી પણ સલાહ આપવામાં આવી છે કે પરેડની શરૂઆત કિસાન નેતાઓની ગાડીઓથી થશે તેની પહેલા કોઇ ટ્રેકટર કે ગાડી રવાના થશે નહીં દરેક રંગની જેેટ પહેરી આપણા ટ્રાફિક વોલિંટિયરની સલાહ માનવામાં આવે એક ટ્રેકટર પર ડ્રાઇવર સહિત પાંચ લોકો સવાર રહેશે બંપર કે છત પર કોઇ બેસશે નહીં બધા ટ્રેકટર પોતાની લાઇનમાં ચાલશે કોઇ રેસ લગાવી શકાશે નહીં ટ્રેકટરમાં પોતાની ઓડિયો ડેક વગાડી શકાશે નહીં પરેડમાં કોઇ પણ પ્રકારનો નશો કરીને ન આવવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમાંકહ્યું કે યાદ રાખો આપણે ગણતંત્ર દિવસની શોભ વધારવાની છે જનતાનું દિલ જીતવાનું છે મહિલાઓ સાથે પુરી ઇજ્જત સાથે વ્યવહાર કરવાનો છે પોલીસ સાથે પણ ઝઘડો કરવાનો નથી મીડિયા સાથે પણ કોઇ બદતમીજી કરવાની નથી કચરો પણ માર્ગ પર નાખવાનો નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.