Western Times News

Gujarati News

નારોલમાં ડીઝલ ચોર ગેંગના બે સાગરીતો રંગે હાથ ઝડપાયા

અમદાવાદ : અમદાવાદ શહેરનાં પ્રવેશદ્વાર સમા નારોલ વિસ્તારમાં સમગ્ર દિવસ ઉપરાંત રાત્રિ દરમિયાન પણ ભારે વાહનોની આવા જારી ખૂબ હોય છે જેથી ત્યા ટૂકમાંથી ડિઝલ ચોરતી ગેગો પણ સક્રીય છે બે દિવસ અગાઉ ડિઝલ ચોરતી ગેગના બે સભ્યોને ટ્રક ડ્રાઈવર ઝડપી લીધા હતા બાદમા પોલીસને હવાલે કર્યા હતા. અશોકભાઈ અગ્રવાલ બાપુનગર ખાતે રહે છે તથા વોણ્ણુ રોડ લાઈન નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે તેમની ટ્રક વિજય પરીહાર નામનો યુવાન ચલાવે છે

મંગળવારે વિજય ટ્રક લઈ મોરબીથી નારોલ કોઝી હોટલ ખાતે આવ્યો હતો. સવારે સાત વાગ્યે વિજય સુતો હતો ત્યારે આસપાસના માણસોએ તેમને જગાડી કહ્યુ હતુ કે તમારી ગાડીમાથી ડીઝલ ચોરતા બે જણને પકડ્યા છે બાદમા બંને ચોરોને નારોલ પોલીસને હવાલે કરતા પ્રાથમિક પુછપરછ તે ફરકુદીન અબ્દુલ શેખ દાણીલીમડા તથા ઈમરાન હુસેન શેખ ન્યુ ફેઝલનગર ના હોવાનું ખુલ્યુ છે.પોલીસે આ બંને ડીઝલ ચોરની પુછપરછ કરી તેમને ગેગના અન્ય સભ્યોની ભાળ મેળવવા હાથ ધરી છે ઉપરાંત ડીઝલ ચોરીના અન્ય ગુના ઉકેલાય તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.