Western Times News

Gujarati News

સ્વામિનારાયણ કોલેજ ભાટ ખાતે ગણતંત્ર દિવસે કોરોના વોરિયર્સનો આભાર સન્માન ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજી, ભાટમાં  26 મી જાન્યુઆરી 72 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી નિમિતે  એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં મુખ્ય મહેમાન તરીકે  શ્રીમતી અવંતિકા સિંઘ(IAS) ,વાઇસ ચેરમેન ,ગુજરાત મેરી ટાઇમ બોર્ડ, ડો .કે એચ વંડરા , શ્રી જિગ્નેશ પટેલ , ડો .દર્શન ભિમાણી એ વિશેષ હાજરી આપી હતી તથા સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર સત્સંગ શિક્ષા પરિષદ ના સંતો  એ પ્રસંગ ને આશિષ આપી દીપાવ્યો હતો. તેમજ કોરોના વોરિયર તરીકે ગાંધીનગર જીલ્લા પોલિસ અધિકારી શ્રી ઑ અને 108 ઈમરજન્સી ની પૂરી ટીમ તથા ગાંધીનગર સિવિલ ના આરોગ્ય વિભાગ ના સ્ટાફ એ હાજરી આપી હતી .

વર્ષ 2020 જેને  કોરોના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે જે વર્ષ માં દુનિયા ના દરેક દેશે કોરોના મહામારી નો સામનો કર્યો છે ,વર્ષ 2021 ની શરૂઆત માં કોરોના વેક્સિન આવવા  થી દરેક દેશ ના નાગરિકો એ રાહત અનુભવી છે .દુનિયા ના દરેક દેશ ની તુલનામાં ભારત માં કોરોના મહામારી ને કારણે થયેલ મૃત્યુ દર ખૂબ જ ઓછો જોવા મળેલ છે

અને વસ્તી ની  ટકાવારી મુજબ કોરોના મહામારી ખૂબ જ ઓછી ફેલાઈ છે જેમાં સરકાર નું સમગ્ર તંત્ર ,પ્રસાધન અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ આભારી છે જેને આપડે કોરોના વોરિયર તરીકે ઓળખીએ છીયે .દર વર્ષે આપણે સૈનિક અને વૈજ્ઞાનિકો ને સન્માનીત  કરીયે છીયે.

પરંતુ આ વર્ષે ગણતંત્ર દિવસ ની ઉજવણી નિમિતે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજી , ભાટ ધ્વારા દરેક ભારતીયો ના આરોગ્ય ની જવાબદારી જેના શિરે છે તેવા ફ્રંટ લાઇન કોરોના વોરિયર એટ્લે કે સરકારી હોસ્પિટલ માં કોરોના વોર્ડ માં જેને કામગીરી કરેલ છે તેવા ડોક્ટર ,નર્સ,  વોર્ડ સ્ટાફ , એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર , સ્વીપર અને હાલ માં મંગલકારી વેક્સિન નો પ્રારંભ કરાવેલ છે

તે સ્ટાફ અને લોકડાઉન  માં નાગરિકો ની સેવા કરનાર પોલિસ વિભાગ ના અધિકારી ઑ આં  સર્વે ને આજ ના દિવસે આભારી કરવા તેમજ કૃતાર્થ કરવા તેમજ સંસ્થા  ના દરેક વિધ્યાર્થી અને સ્ટાફ દ્વારા તેઓનું આભાર સન્માન  કરવામાં આવ્યું છે  .આ દિવસે સંસ્થા  ના પટાંગણ માં શ્રીમતી અવંતિકા સિંઘ(IAS) ,વાઇસ ચેરમેન ,ગુજરાત મેરી ટાઇમ બોર્ડ ની ઉપસ્થિતિ માં ધ્વજ વંદન  ની સાથે ખાસ કોરોનો વોરીઅર ને સન્માનીત કરવામાં આવ્યા હતા,

સોનેરી પ્રશસ્થી  પત્ર થી સાલ ઓઢાડી નવાજવામાં આવયા  અને આ  સાથે જ સમાજ માં તેમના અનુભવો અને કામગીરી થી માહિતગાર કરવામાં આવ્યા   .આપણે જાણીએ છીયે કે ગત ઉનાળા  માં 45 ડિગ્રી તાપમાન માં પી.પી.ઈ કીટ પહેરી ને સામાન્ય માણસ ને જ્યાં પંખો અને એ સી ની જરૂર પડે તેવા સમય માં રોડ પર , હોસ્પિટલ માં , કેમ્પ માં પણ હસતાં મોઢે 20 – 20 કલાક કામગિરિ કરેલ છે,લોકો ની સેવા કરેલ છે

તો એમનું રુણ કેવી રીતે ભૂલાય તે અર્થે  શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનૉલોજી , ભાટ અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક , ગાંધીનગર  દ્વારા 26 મી જાન્યુઆરી એ ખાસ કોરોના વોરિયર ને સન્માનીત કરવા વિશેષ  કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યુ.

આજ ના પ્રસંગે સંસ્થા ના ડાઇરેક્ટર શ્રી ધર્મેશ વંડરા સાહેબ એ જણાવ્યુ હતું કે  આજ ના સમય માં આપણે સર્વે આ પ્રસંગ ને માણી રહ્યા છીયે ઇનો શ્રેય માત્ર ને માત્ર કોરોના વોરિયર ને આભારી છે જે બદલ સર્વે વોરિયર્સ નો આભાર પ્રગટ કર્યો હતો તેમજ સંસ્થા ના પ્રિન્સિપાલ ડો .હિતેશ વંડરા સાહેબ દ્વારા આભાર વિધિ કરી 72 માં ગણતંત્ર દિવસ ના કાર્યકર્મ નું સમાપન કરવા માં આવ્યું હતું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.