Western Times News

Gujarati News

અભિનેત્રી સની લિયોનીએ ક્રિકેટ રમતા ફટકારી સિક્સર

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીના ફેન્સ સમગ્ર દુનિયામાં છે. તે સોશિયલ મીડિયા પર પણ પોતાની અનેક તસવીરો શૅર કરતી રહે છે. આ ઉપરાંત તે મજેદાર વિડીયો પણ શેર કરતી રહે છે. જેને કરોડો ફેન્સ પસંદ કરે છે. તાજેતરમાં જ સનીએ પોતાનો આવો જ એક મજેદાર વિડીયો શેર કર્યો છે. જેમાં તે પોતાની ટીમ સાથે કેરળના બીચ પર ક્રિકેટ રમતી જાેવા મળે છે. સની હાલ પોતાના એક શૂટિંગ માટે કેરલમાં છે.

સનીનો આ લેટેસ્ટ વિડીયો ખૂબ જ પસંદ થઈ રહ્યો છે અને લોકો તેની ક્રિકેટિંગ સ્કિલ્સના વખાણ કરી રહ્યાં છે. સનીએ આ વિડીયો શેર કરતા મજેદાર કેપ્શન પણ લખ્યું છે. સનીએ લખ્યું કે, શું મને પોતાની કિટ ઈંગ્લેન્ડનો સામનો કરવા માટે પેક કરી લેવો જાેઈએ.

નોંધનીય છે કે થોડા દિવસોમાં જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ ટૂર પર જવાની છે. આમ જાેવા જઈએ તો સનીને માત્ર ક્રિકેટનો શોખ જ છે એવું નથી તે ફુટબોલમાં પણ માસ્ટર છે અને એક દિવસ પહેલા જ તેણે પોતાની ફુટબોલ સ્કિલ્સ બતાવતો વિડીયો પણ શેર કર્યો હતો. આ વિડીયોને શેર કરતા સનીએ લખ્યું હતું કે, મારી પાસે માત્ર સુંદર ચહેરો જ નથી, હુન્નર પણ છે.

નોંધનીય છે કે સની ગત વર્ષે કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ૬ મહિના માટે પોતાના અમેરિકાના ઘરે ચાલી ગઈ હતી. અમેરિકાથી પરત ફર્યા પછી તે ફરીએકવાર પોતાના કામમાં લાગી ગઈ છે. હાલ આ સમયે તે વિક્રમ ભટ્ટની અપકમિંગ ફિલ્મ અનામિકાનું શૂટિંગ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.