Western Times News

Gujarati News

ગોદરેજ ગ્રૂપે 72મા પ્રજાસત્તાક દિવસે #GodrejForIndia અભિયાન શરૂ કર્યું

‘ભારતની વિકાસગાથામાં પ્રદાન કરવાની નવી રીતો હંમેશા વિચારીએ છીએ’ એવો સંદેશ આપતું નવું અભિયાન

મુંબઈ, ભારતના 72મા પ્રજાસત્તાક દિવસના પ્રસંગે ગોદરેજ ગ્રૂપે વીડિયો અભિયાન શરૂ કર્યું હતું, જે ભારત અને ભારતીયોનાં પરિવર્તનની મહાન સફરને બિરદાવે છે તથા ગ્રૂપનાં ભારત સાથે લાગણીસભર જોડાણ અને એકરૂપતાની ઉજવણી કરે છે. ગ્રૂપની 123 વર્ષ અગાઉ રચના થઈ હતી.

પછી અત્યાર સુધી ગ્રૂપ ભારતીયોની સેવા કરી રહ્યું છે. અભિયાન #GodrejForIndia દેશની વૃદ્ધિમાં પ્રદાન કરવા સક્ષમ બનાવવા બદલ ગ્રૂપની કૃતજ્ઞતાની અભિવ્યક્ત પણ છે.

આ અભિયાન ગ્રૂપની પરિવર્તનની સફરને વ્યક્ત કરે છે, જેની શરૂઆત લોકની બ્રાન્ડથી થઈ હતી અને દાયકાઓ દરમિયાન સમાજના વિસ્તૃત હિત માટે અનેક પહેલો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતની પરિવર્તનકારક વૃદ્ધિમાં ભાગીદારી ધરાવે છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને લિન્ક્ડઇન પર લાઇવ થઈ હતી.

ડિજિટલ ફિલ્મ દાયકાઓ દરમિયાન ભારત પ્રત્યે ગોદરેજ ગ્રૂપની કટિબદ્ધતાને વ્યક્ત કરે છે – જે તમામ પ્રકારની અંગત સલામતી, આરોગ્યલક્ષી સુવિધાઓ અને સારસંભાળમાં ભારતીય સલામતી, સુવિધા અને સુખાકારી પ્રદાન કરવાથી લઈને સ્વચ્છતા સાથે સંબંધિત અને કામ માટે સુવિધા ઊભી કરતાં ઉત્પાદનો અને ફર્નિચર, અથવા ભારતના કોવિડ વોરિયર્સનું રક્ષણ કરવા અને રક્ષણાત્મક ઉત્પાદનો દ્વારા લોકોને સુરક્ષાકવચ પ્રદાન કરવા સાથે સંબંધિત છે.

તેમજ તાજેતરમાં ગ્રૂપે દેશભરમાં કોવિડ રસીઓનું સુરક્ષિત રીતે રેફ્રિજરેટેડ વિતરણ કર્યું છે. આ ફિલ્મ ગોદરેજે ભારતના ઊર્જા અને અંતરિક્ષ અભિયાનોમાં કેવી રીતે સામેલ છે તથા પર્યાવરણ અને ઇકોલોજીની જાળવણી પ્રત્યે હંમેશા કટિબદ્ધ રહી છે એ વિશે વાત કરે છે, જે પૃથ્વીને હરિયાળી બનાવવામાં અને સારી બનાવવામાં મદદરૂપ થશે.

આ ફિલ્મ પર ગોદરેજ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ બ્રાન્ડ ઓફિસર તાન્યા દુબાશે કહ્યું હતું કે, “અમને આપણા દેશની વિકાસની સફરમાં સામેલ થવા પર અને અમારા ઇનોવેટિવ ઉત્પાદનો અને સોલ્યુશનો દ્વારા પ્રદાન કરીને આપણા દેશની સેવા કરવાની તક ઝડપવા પર ગર્વ છે.

અમારું અભિયાન #GodrejForIndia રાષ્ટ્રીય હિત અને મહત્ત્વનાં અનેક વિવિધ સોલ્યુશનો પ્રદાન કરવા અમારી સફર, અમારી માન્યતાઓ, અમારાં મૂલ્યો અને અમારા પ્રયાસો રજૂ કરવાનો પ્રયાસ છે. આ ભારત પ્રત્યે અમારી કટિબદ્ધતાને વ્યક્ત કરે છે અને આપણા દેશ માટે શ્રેષ્ઠ ક્ષમતા બહાર લાવવામાં મદદરૂપ થઈને નવું કરવાના પ્રયાસને જાળવવાનો પ્રયાસ છે.”

ક્રિએટિવલેન્ડ એશિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર અનુ જોસેફે કહ્યું હતું કે,“ગોદરેજ ભારતની વિકાસગાથામાં હંમેશા સામેલ રહ્યું છે. અંતરિક્ષ અભિયાનોને વેગ આપવાથી ખેડૂતોની આકાંક્ષાઓને આગળ વધારવાથી લઈને દેશનું રક્ષણ કરવા સુધી ગ્રૂપે ભારતની મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા સતત વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મ આપણને ભારતના 72મા પ્રજાસત્તાક દિવસે એ વાતની યાદ કરાવે છે.”

ફિલ્મની વિભાવના ટીમ ગોદરેજ અને ક્રિએટિવલેન્ડ એશિયાએ બનાવી છે.

જ્યારે આપણે બધા જાણીએ છીએ કે, ગોદરેજ સૌથી વધુ વિશ્વસનિય બ્રાન્ડ છે, ત્યારે અમે દરરોજ લોકો માટે શું કરીએ છીએ એ દર્શાવવા ઇચ્છતાં હતાં. એક દિવસ ગોદરેજ આપણને પોસ્ચરને અનુકૂળ ડબલ્યુએફએચ ફર્નિચર સાથે મદદ કેર છે, તો બીજા દિવસે તેઓ આપણા દેશને અંતરિક્ષ અભિયાનોમાં મદદ કરે છે.

વળી એ જ રીતે એક દિવસ ગોદરેજ આપણા ખેડૂતોને વધારે આવક કરવામાં મદદ કરે છે, તો બીજા દિવસે તેઓ જીવાણુઓ અને વાયરસ સામે આપણા ઘરોને સલામત રાખે છે. દરરોજ ગોદરેજ આપણી સતત બદલાતી જરૂરિયાતોને પૂરઅણ કરવા નવી ભૂમિકા ભજવે છે અને આપણા દેશને વિકાસ કરવામાં મદદ કરે છે. આ ગોદરેજની સ્ટોરી છે, જે અમે ભારતના 72મા પ્રજાસત્તાક દિવસે લોકોને જણાવવા ઇચ્છીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.