Western Times News

Gujarati News

ભુયંગદેવ પાસે હિટ એન્ડ રન : વૃધ્ધનું મોત

File Photo

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં અકસ્માતમોની સંખ્યા ઘટાડવા માટે સ્પીડ લીમીટ નકકી કરવામાં આવી છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અમલ થતાંની સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ પણ યોજાઈ હતી આ દરમિયાનમાં શહેરના ભુયંગદેવ વિસ્તારમાં ગઈકાલ મોડી સાંજે પુરઝડપે પસાર થતી કારે સ્કુટરને ટક્કર મારતાં તેને ચાલકનું મોત નીપજયું છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો

જેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાયેલી ટ્રાફિક ડ્રાઈવ છતાં શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ઈલોરા એપાર્ટમેન્ટમાં રહેતા પવનભાઈ ઠાકોર નામના વૃધ્ધ ગઈકાલે સાંજે સ્કુટર લઈને ઘાટલોડિયા વિસ્તારમાં ભુયંગદેવ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહયા હતા સાંજનો સમય હોવાથી રસ્તા પર ટ્રાફિક હતો

આ દરમિયાનમાં અચાનક જ પાછળથી પુરઝડપે આવી રહેલી કારે સ્કુટરને ટકકર મારતા પવનભાઈ રસ્તા પર ફંગોળાયા હતા અને તેઓને આખા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલક પણ ગભરાઈ ગયો હતો અને સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો

બીજીબાજુ એકત્ર થયેલા લોકોએ તાત્કાલિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી જેના પરિણામે તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ આવી પહોચી હતી ગંભીર ઈજાઓ થવાના કારણે પવનભાઈને તાત્કાલિક સોલા સિવીલ લઈ જવામાં આવ્યા હતાં પરંતુ ત્યાં તેઓની હાલત વધુ ગંભીર જણાતા ત્યાંથી તેમને અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટુંકી સારવાર દરમિયાન જ પવનભાઈનું મૃત્યુ નીપજયું હતું.

અકસ્માત સર્જી ભાગી છુટેલા કાર ચાલકને શોધી કાઢવા માટે પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની આસપાસ દુકાનો અને બજારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને ટુંક સમયમાં જ કાર ચાલકને ઝડપી લેવામાં આવશે તેવુ મનાઈ રહયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.