Western Times News

Gujarati News

દિલ્હી હિંસાએ કિસાન આંદોલનને નબળું કર્યું: આમ આદમી પાર્ટી

File Photo

નવીદિલ્હી, દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસો કિાનોનું ઉગ્ર પ્રદર્શન પર આમ આદમી પાર્ટી (આપ)ે નિવેદન જારી કર્યું છે પાર્ટીએ કહ્યું કે આ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસાની અમે સખ્ત ટીકા કરીએ છીએ આ ખેદજનક છે કે કેન્દ્ર સરકારે આ હદ સુધી સ્થિતિ બગડવા દીધી ગત મહિનાથી ચાલી રહેલ આંદોલન શાંતિપૂર્ણ રહ્યું કિસાન નેતાઓએ કહ્યું કે જે લોકો હિંસામાં સામેલ રહ્યાં તે આંદોલનનો હિસ્સો ન હતાં પરંતુ તત્વ હતાં જે પણ હતાં પરંતુ ચોક્કસ રીતે આ હિંસાએ આંદોલનને નબળુ કર્યું જે અત્યાર સુધી શાંતિપૂર્ણ અને અનુશાસિત રીતે ચાલી રહ્યું હતું.

દરમિયાન શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ચેતવણી આપી છે શિવસેનાએ કહ્યું કે જાે સરકાર કૃષિ કાનુનો પર પીછેહટ કરી હોત તો શું આફત આવી ગઇ હોત.સરકાર કૃષિ કાનુનો પર પીછેહેટ નહીં કરે તો ભારતમાં પણ લોકો રશિયાની જેમ માર્ગો ઉપર ઉતરી જશે.

તેમાં લખવામાં આવ્યું છે કે સરકાર દેશની જનતાનો ગુસ્સો સમજતી નથી જીએસટી નોટબંધી અને લોકડાઉનથી લોકો મોટા પાયા પર ગુસ્સામાં છે અને કાલે કિસાન દિલ્હી પહોંચી ગયા તેનાથી કોઇ દેશની સારી તસવીર બની નથી ૨૬ જાન્યુઆરીના પ્રદર્શન બાદ જે સ્થિતિ પેદા થઇ તેનાથી એ સવાલ ઉઠી રહ્યો છે કે શું આપણે સાચા અર્થમાં લોકતંત્ર છીએ.

દરમિયાન બસપાના સુપ્રીમો માયાવતીએ દિલ્હીના ઘટનાક્રમને જયાં દુર્ભાગ્યપૂર્ણ બતાવી એક ટ્‌વીટ કરી લખ્યં કે પાટનગર દિલ્હીમાં ગઇકાલે ગણતંત્ર દિવસના દિવસે કિસાનોની થયેલ ટ્રેકટર રેલી દરમિયાન જે કંઇ પણ થયું તે કયારેય પણ થવું જાેઇતુ ન હતું આ અતિ દુર્ભાગ્યપૂર્ણ તથા કેન્દ્ર સરકારે પણ તેને અતિ ગંભરતાથી જરૂર લેવી જાેઇએ આ સાથે બસપાએ કેન્દ્ર સરકારને ફરી એ અપીલ કરી કે તે ત્રણ કૃષિ કાનુનોને વિલંબ વિના પાછા ખેંચે અને લાંબા સમયથી ચાલી રહેલ આંદોલનને ખતમ કરે જેથી આગળ ફરી આવી કોઇ અનહોની ઘટના કયારેય પણ બની શકે નહીં.

જયારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મદ્દા પર એક ટ્‌વીટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજ સરકારે જે પ્રકારે કિસાનોની સતત ઉપેક્ષિત અપમાનિત અને આરોપિત કર્યું છે તેણે કિસાનોના રોષને આક્રોશમાં બદલવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી છે હવે જે સ્થિતિ બની છે તેના માટે ભાજપ જ દોષિત છે ભાજપ પોતાની નૈતિક જવાબદારી માનતા કૃષિ કાનુન તાકિદે રદ કરે અખિલશે યાદવે કહ્યું કે સમાજમાં નફરત કરનારાઓની કોઇ જગ્યા નથી અમેરિકામાં નફરત ફેલાવનારા ડોનાલ્ડ ટ્રંપ સત્તાથી બહાર થઇ ગયા તે દિવસો દુર નથી જયારે ભારતમાં પણ નફરત ફેલાવનારા સત્તાથી દુર થઇ જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.