Western Times News

Gujarati News

શશિકલા ચાર વર્ષ સુધી સજા કાપી જેલમાંથી મુકત થયા

ચેન્નાઇ, એઆઇએડીએમકેના પૂર્વ નેતા વી કે શશિકલા ભ્રષ્ટાચારના કેસમાં ચાર વર્ષની જેલની સજા કાપ્યા બાદ આજે બહાર આવ્યા હતાં મુખ્યમંત્રી જે જયલલિતાના સાથે રહેલ શશિકલા ગત ચાર વર્ષોથી બેંગ્લુરૂની પરપ્પાના અગ્રહરા જેલમાં હતાં જાે કે હાલ તે કોરોના વાયરસની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ છે.

જેલના એક કર્મચારીએ જણાવ્યું હતું કે શશિકલાને આજે મુકત કરવામાં આવ્યા અને મુક્તિની તમામ કાર્યવાહી હોસ્પિટલમાં જ કરવામાં આવી એ યાદ રહે કે શશિકલા ૨૦ જાન્યુઆરીએ કોવિડ પોઝીટીવ નિકળી હતી પહેલા તેમને બેંગ્લુરૂની બોરિંગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં ત્યારબાદ તેમને વિકટોરિયા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં તેમાં સીવિયર એકયુ રેસ્પિરેટરી ઇલનેસ તઇ હઇ હતી જે કોવિડ ૧૯નું લક્ષણ છે. જાે કે તેમનો રેપિડ એટીજન અને આરટી પીસીઆર ટેસ્ટ કરાવાયો હતો જે નેગેટીવ આવ્યો હતો શશિકલાનો ભત્રીજાે અને મકકલ મુનેત્ર કણગમના મહામંત્રી ટીટીવી દિનાકરણ તેમને જાેવા ગયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.