Western Times News

Gujarati News

રાજસ્થાનમાં થયેલ અકસ્માતમાં એક જ પરિવારના ૮ લોકોના મોત

જયપુર, રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ૮ લોકોના મોત થયા હતા. આ તમામ લોકો શેખાવાટીના સિકર જિલ્લા સ્થિત ખાટૂશ્યામજીના દર્શન કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારની રાત્રે ૨.૩૦ કલાકની આસપાસ નેશનલ હાઇવે-૧૨ પર ટોંક નજીક સદર થાણે વિસ્તારમાં આ અકસ્માતની ઘટના ઘટી હતી. જાણકારી અનુસાર આ લોકો રાત્રે ૯ વાગ્યાની આસપાસ ખાટૂશ્યામજીથી રવાના થયા હતા. આ પરિવાર એક જીપમાં સવાર હતો. રસ્તામાં ટોંક પાસે એક પુલ પર શ્રદ્ધાળુઓની જીપને ટ્રેલરે પાછળથી ટક્કર મારી હતી. જેમાં આ જીપ પુલની દિવાલ અને ટ્રક વચ્ચે ફસાઇ હતી.આ ઘટનામાં ટ્રેલરે યાત્રિકોની જીપને ટક્કર મારી હતી. ઘટનામાં સામેલ તમામ લોકો મધ્ય પ્રદેશના રહેવાસી છે અને એક જ પરિવારના છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરું કર્યું હતું.

ઘટનામાં ૮ લોકોના સ્થળ પર જ મોત થયા હતા અને ૪ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. મૃતકોમાં ૪ પુરુષ, ૨ મહિલા અને ૨ બાળકો સામેલ છે. ઘટના બાદ ટ્રેલર ચાલક અને ક્લિનર ફરાર થયા હતા. જીપના ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તે પણ ફરાર થયો છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.