Western Times News

Gujarati News

વિરાટ કોહલી તમન્ના ભાટિયાને હાઇકોર્ટની નોટીસ

તિરૂવનંતપુરમ, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાતો નજરે પડી રહ્યો છે જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયા અને અજુ વર્ગીજની સાથે તેને કેરલ હાઇકોર્ટે નોટીસ મોકલાવી છે કોર્ટે તેના પર રાજય સરકારથી જવાબ માંગ્યો છે એ યાદ રહે કે ત્રણેય સેલિબ્રિટી ઓનલાઇન રમી ગેમના બ્રાંડ એમ્બેસડર છે.

એક અનુમાન અનુસાર મોબાઇલ પર રમાનાર આ રમી ગેમનો કારોબાર લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનો છે સેલિબ્રિટીજ દ્વારા લલચાવનારી જાહેરાત આપી મોટી સંખ્યામાં યુવાનોને શિકાર બનાવવામાં આવી રહ્યાં છે વિરાટ તમન્ના ઉપરાંત એક બે વિજેતાઓના માધ્યમથી પણ ટીવી ચેનલો પર આ એપ્સનો મહિમા મંડન કરવામાં આવે છે. પરંતુ હારનારાઓની કોઇ ચર્ચા થતી નથી.

નીતી આયોદે તાજેતરમાં ઓનલાઇન ફૈટેસી સ્પોટ્‌ર્સ ઉદ્યોગ માટે એક એકલ સ્વ નિયમન એકમ સ્થાપિત કરવાની વકાલત કરી હતી નીતી આયોગે આ ઉદ્યોગના ગ્રાહકોની ન્યુનતમ ઉમર ૧૮ વર્ષ કરવાનું પણ સુચન આપ્યું છે. ગત અઠવાડીયે જ ઓનલાઇન રમી ફેડરેશને એક યાદીમાં કહ્યું હતું કે ફૈટેસી સ્પોટ્‌ર્સની હેઠળ સ્કિલ ગેમિંગ ઇડસ્ટ્રી પણ અલગ અલગ રાજયોમાં અલગ કાનુનોવાળી સમસ્યાનો સામનો કરે છે.આથી સ્કિલ ગેમિગનું નિયમન જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.