Western Times News

Gujarati News

હરિયાણામાં ટ્રેક્ટર રેલીમાં હિંસા ફેલાવવા બદલ ૧ હજારનાં ટોળા વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ

પલવાલ, મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન સોફ્તા ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણનાં કેસમાં ગદપુરી પોલીસ મથકમાં આશરે એક હજાર લોકોનાં ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હત્યાનાં પ્રયાસ સહિત સરકારી કામમાં અવરોધ ઉભો કરવા સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે. ગડપુરી પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીએ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આ કેસ નોંધ્યો છે. અત્યાર સુધી પોલીસે કોઈ ખેડૂતની અટકાયત કે ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

મંગળવારનાં રોજ દિલ્હીનાં આઈટીઓ ખાતે પોલીસ અને આંદોલનકર્તા ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે ગણતરીની મિનીટોમાં હિંસામાં પરિણમી હતી. જેનું કારણ ખેડૂૂતોએ દિલ્હી પોલીસની સુરક્ષા વ્યવસ્થાને તોડવાની કોશિશ કરી હતી. આઈટીઓ ખાતે એક પ્રદર્શનકર્તા ખેડૂતનું મોત પણ નિપજ્યું હતું. આ ખેડૂતનું મોત ટ્રેક્ટર પલટવાને કારણે થયું હોવાનો દાવો દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.