Western Times News

Gujarati News

સોલામાં કોફીબારનો દરવાજો ન ખોલતાં માથાભારે ભાઈઓ છરી લઈ યુવાન પર તુટી પડ્યા

મિત્રો વચ્ચે પડતાં તેમને પણ ઈજાઃ ફરાર ભાઈઓને પકડવા
પોલીસે ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ : છેલ્લા કેટલાંક દિવસોથી સોલા વિસ્તારમાં ઘણી ગંભીર ઘટનાઓ ો બની છે જે અટકવાનું નામ ન લેતી હોય એમ હત્યાનાં પ્રયાસનો બનાવ બન્યો છે કોફીબાર બંધ હોવાથી તેનો દરવાજે ન ખોલતા માથાભારે શખ્શોએ છરી ચાકુ વડે એક યુવાન પર જાનલેવા હુમલો કર્યો છે થલતેજ ગામમાં રહેતા રાજેશભાઈ ઠાકોરે ફરીયાદ નોધાવી છે કે ગઈકાલે તેમના ભત્રીજા સાહીલને ઈજાગ્રસ્ત હાળતમા લઈને તેના મિત્રો ઘરે આવ્યા હતા ભત્રીજાને લોહીલુહાણ હાલતમા જાઈ કાકા સહીત તમામ પરીવારજનો ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલીક સાહીલને હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

આ અંગે સાહીલના મિત્રોને પૂછતા તેમણે જણાવ્યુ સાહીલ તથા અન્ય મિત્રો થલતેજ અંડરબ્રિજ ખાતે ડેની કોફીબારમાં બેઠા હતા એ વખતે બોડક દેવ ખાતે રહેતા ભાઈઓ આશીષ ઠાકોર, તથા દિપક ઠાકોર ત્યા આવ્યા તા જા કે કોફીબાર બંધ હોવાથી સાહીલે દરવાજા ખોલવાની ના પાડી હતી.

જેના પગલે બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ઝઘડો કર્યા બાદ કોફીબારનો દરવાજા તોડીને અંદર આવ્યા હતા ઉપરાંત સાહીલ સાથે મારામારી કઈ બંને ભાઈઓએ છરી લઈ તેનાં ઉપર હુમલો કરતા આડેધડ ઘા ઝીક્યા હતા લોહીના ખાબોળીયામા પટકાયેલા સાહીલને જાઈ અન્ય મિત્રો પણ વચ્ચે પડ્યા હતા જા કે માથાભારે હુમલાખોર ભાઈઓએ તેમની ઉપર પણ હુમલો કરતાં દિપક પટેલ નામના અન્ય એકને પ બરડામાં ઘા વાગ્યા હતો જ્યારે બંને ભાઈઓ ત્યાથી રફૂચક્કર થઈ ગયા હતા.

યુવાનની હત્યાનો પ્રયાસ કરવાની ફરીયાદ મળતા જ સોલા પોલીસ સક્રીય થઈ ગઈ હીત અને રાતભર બંને હુમલાખોર ભાઈઓની શોધખોળ ચલાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.