Western Times News

Gujarati News

ગુજરાત સહિત છ રાજયોમા આપ ચુંટણી લડશે: કેજરીવાલ

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીની ૯મી રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધિત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે તેમણે નિર્ણય કર્યો છે કે આમ આદમી પાર્ટી આગામી બે વર્ષોમાં છ રાજયોમાં ચુંટણી લડશે.

કેજરીવાલે જાહેરાત કરી કે આગામી બે વર્ષોમાં ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ ગોવા પંજાબ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચુંટણી લડશે. કેજરીવાલે ડિસેમ્બર ૨૦૨૦માં જ યુપી વિધાનસભા ચુંટણી લડવાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટી ભાગ લેશે.

આ સંબોધનમાં મુખ્યમંત્રીએ કેજરીવાલે ટ્રેકટર રેલી દરમિયાન થયેલ હિંસા પર ચર્ચા કરતા કહ્યું કે ગણતંત્ર દિવસે જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું જે પણ તેના માટે અસલી જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે પરંતુ આ હિંસા થઇ તેને કારણે કિસાનોના મુદ્દા સમાપ્ત થયા નથી આંદોલન કેવી રીતે ખતમ તયું કિસાનોની સમસ્યા તો આજે પણ છે જે દેશના કિસાન દુખી છે તે દેશ ખુશ રહી શકે નહીં કિસાનોને સાથ આપવા માટે જાવ તો હિન રાજકીય વ્યક્તિ બનીને જશો તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની અહંકારી નીતીને કારણે કિસાન પરેશાન થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.