Western Times News

Gujarati News

છત્તીસગઢમાં માછલીઓ ભરેલું વાહન પલટી જતાં લોકો જીવતી માછલીઓ લઈને ભાગ્યાં

રાયપુર, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં માછલીઓને ભરીને જઈ રહેલું પીકઅપ વાન પલટી ગયું હતું. જે બાદમાં પીકઅપ વાનમાં ભરેલી માછલીઓ રસ્તા પર વિખેરાય હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોને માછલીઓ લૂંટવાનો મોકો જરૂર મળી ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. પીકઅપ વાન પટલી ગયા બાદ ડ્રાઇવર કેમ પણ કરીને બહાર નીકળ્યો હતો. આ દરમિયાન તેણે જાેયું તો લોકો માછલીઓ લઈને ભાગી રહ્યા હતા.

રસ્તા પર થયેલા આ અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માત મુખ્ય રસ્તા પર જ બન્યો હતો. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. આ દરમિયાન અમુક લોકો ડ્રાઇવરની મદદે આવ્યા હતા અને પીકઅપ વાનને ઊભું કર્યું હતું. જે બાદમાં હાથમાં આવી એટલી માછલીએ અંદર ભરવામાં આવી હતી અને વાહનને રવાના કરવામાં આવ્યું હતું. રોડ પર આશરે એક કલાક સુધી આવા દ્રશ્યો જાેવા મળ્યા હતા.

પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા નથી પહોંચી. લોકોનું કહેવું છે કે ચાર રસ્તા પર ટર્ન લેતી વખતે પીકઅપ વાન પલટી ગયું હતું. જે બાદમાં વાહનમાં પાણીની ટેન્કમાં રાખવામાં આવેલી જીવતી માછલીએ રસ્તા પર પડી હતી. આ અંગે સામે આવેલા વીડિયોમાં માછલીઓને રસ્તા પર તરફડીયા મારતી જાેઈ શકાય છે. આ મોકાનો ગેરલાભ ઊઠાવતા અમુક લોકોએ પોતાના હાથ સાફ કરી લીધા હતા અને માછલીઓ ચોરીને ભાગી ગયા હતા.

આ અકસ્માત રાયપુરના મંદિર હસૌદ વિસ્તારમાં બન્યો હતો. અકસ્માત બાદ લોકોની ભીડ એકથી થઈ ગઈ હતી. લોકોનું કહેવું છે કે ડ્રાઇવરે ટર્ન લીધો ત્યારે વાહનની અંદર રહેલી ટેન્કનું વજન એક બાજું આવી ગયું હોવાથી તે રોડ પર જ પલટી ગયું હતું. જાેકે, આ દરમિયાન અમુક લોકો પોતાના બંને હાથમાં જેટલી માછલી આવે એટલી લઈને ભાગ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા બાદ લોકો અટકી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અકસ્માતના બનાવોમાં લોકો અનેક વખત લૂંટફાટ કરતા હોય છે. તેલનું ટેન્કર, શાકભાજી ભરેલું વાહન પલટી ગયા બાદ લોકોએ લૂંટફાટ ચલાવી હોય તેવા અનેક બનાવો મીડિયામાં આવતા રહે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.