Western Times News

Gujarati News

સાધુનું મહાદાન, રામ મંદિર માટે આપ્યા ૧ કરોડ રૂપિયા

Files Photo

હરિદ્વાર: ઋષિકેશના ૮૩ વર્ષીય સંત સ્વામી શંકર દાસે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું ત્યારે બધા ચોંકી ગયા હતા. તેઓ છેલ્લા ૬૦ વર્ષથી ગુફામાં રહે છે. સ્વામી શંકર દાસે કહ્યું કે, તેમના ગુરુ ટાટવાળા બાબાની ગુફામાં મળી રહેલા શ્રદ્ધાળુઓના અનુદાન દ્વારા આ રકમ એકઠી કરી છે. બુધવારે ઋષિકેશમાં ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય શાખાના કર્મચારીઓ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે શંકર દાસ એક કરોડનો ચેક લઈને આવી પહોંચ્યા હતા.

જ્યારે બેંકના કર્મચારીઓએ તેમનું એકાઉન્ટ ચેક કર્યું તો તેમનો ચેક સાચો હોવાની પુષ્ટિ થઈ હતી. આ પછી, આરએસએસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા જેથી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે.

ઋષિકેશ આરએસએસના વડા સુદામા સિંઘલે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, ‘માહિતી મળતાંની સાથે જ અમે બેંકમાં પહોંચી ગયા. સાધુઓ સીધા પૈસા દાન કરી શકતા નથી, તેથી આ ચેક અમને આપવામાં આવ્યો હતો અને અમે તેમને એક રસીદ આપી હતી. હવે બેંક મેનેજર ચેક ટ્રસ્ટ ખાતામાં જમા કરાવશે.

સ્વામી શંકર દાસે કહ્યું કે તેઓ ગુપ્ત દાન કરવા ઈચ્છતા હતા, પરંતુ દાનની રકમ જાહેર કરવા માટે સંમત થયા કે તે મંદિરના નિર્માણ માટે અન્ય લોકોને પ્રેરણારૂપ કરશે. સ્વામી શંકરદાસને સ્થાનિક લોકો ફક્કડ બાબા કહીને બોલાવે છે, લોકોના દાન-દક્ષિણાથી જ તેમનું જીવન ચાલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.