Western Times News

Gujarati News

જાે બાઇડનને કોરોનાથી બચાવવા વ્હાઇટ હાઉસમાં ૫૦% વર્ક ફ્રોમ હોમ

વોશિંગ્ટન: અમરિાકના રાષ્ટ્રપતિ જાે બાઇડન સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેમની વય ૭૮ વર્ષની છે. એવામાં તેમને કોરોનાથી બચાવવા તેમની સરકાર માટે મોટો પડકાર છે. એટલા માટે વ્હાઈટ હાઉસનાં કામકાજની રીતમાં અનેક ફેરફાર કરાયા છે. આશરે ૫૦ ટકા અધિકારીઓ-કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહી દેવાયું છે.

જાેકે અમુક જ ગણતરીના અધિકારીઓના જૂથને વ્હાઇટ હાઉસમાં કામ કરવા બોલાવાઈ રહ્યા છે. તેમણે પણ કોરોના સંબંધિત નિયમોનું પાલન કડક રીતે કરવાનું રહેશે, જેમ કે માસ્ક પહેરવું, સેનિટાઈઝરથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે.

વ્હાઈટ હાઉસના પ્રેસ-સચિવ જેન સાકીએ જણાવ્યું હતું કે ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓનો રોજ કોરોના ટેસ્ટ કરાશે. તેમણે જણાવ્યું હતું કે વ્હાઈટ હાઉસના સંચાલન-નિર્દેશક જેફરી વેક્સલરને કોરોના સંબંધિત સુરક્ષા દિશા-નિર્દેશોને લાગુ કરવાની દેખરેખ માટે ખાસ જવાબદારી સોંપાઈ છે. સંક્રમણને રોકવા માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે,

કેમ કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં વ્હાઈટ હાઉસમાં ત્રણ વખત કોરોના ચેપ ફેલાયો હતો. ખુદ ટ્રમ્પ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. હવે રાષ્ટ્રપતિના તમામ કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રખાશે અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ બાઇડનથી સુરક્ષિત અંતર જાળવશે.

ખરેખર તો કોરોના ચેપથી સૌથી વધુ જાેખમ વૃદ્ધોને રહે છે, એટલા માટે વ્હાઈટ હાઉસ ચેપને લઇને વધુ સાવચેતી વર્તી રહ્યું છે. આમ તો બાઇડને કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લઈ લીધો છે છતાં સરકાર કોઈપણ પ્રકારનું જાેખમ લેવા માગતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.