Western Times News

Gujarati News

ખેડુતો દેશ વિરોધી કૃત્ય ન જ કરે

ગણતંત્ર દિવસે દેશના હ્ય્દય સમાન લાલ કિલ્લામાં કરાયેલી તોડફોડથી દેશભરના નાગરિકોના માથા શરમથી ઝુકી ગયા

ખેડુતોની ટ્રેકટર રેલીમાં જાેડાઈ તોફાની તત્વોએ સમગ્ર ખેડુત સમાજને બદનામ કર્યો: પોલીસ પર હથિયારો સાથે હુમલા કરી શસ્ત્રો પણ લુંટી લીધા: તિરંગાનું અપમાન દેશ કયારેય સહન નહીં કરે: ઘટનાક્રમ બાદ ટ્‌વીટરે પપ૦ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યાં

કેન્દ્ર સરકારે કૃષિ બીલને મંજુર કરતા કેટલાક રાજયોમાં તેની સામે વિરોધ થયો હતો. પ્રારંભમાં આ વિરોધનો અવાજ બહાર આવતો ન હતો પરંતુ થોડા દિવસ બાદ કેટલાક ખેડુત સંગઠનો મેદાનમાં આવ્યા છે અને મોટી સંખ્યામાં ખેડુતો દિલ્હીની સરહદ પર આવીને ડેરા તંબુ તાણીને બેસી ગયા છે. ખેડુતોની માંગણીઓ સંતોષવા માટે સરકારે તબક્કાવાર બેઠકો યોજી હતી અને તેમાં ખેડુતો સંપુર્ણપણે કૃષિ બીલને નાબુદ કરવાની માંગણી કરતા વાટાઘાટો પડી ભાંગતી હતી. ખેડુત આંદોલનને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ટેકો આપતા દેશભરમાં ખેડુત આંદોલન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર કૃષિ બીલને રદ કરવા માટે ઈન્કાર કરતી હતી છેલ્લી બેઠકમાં કેન્દ્ર સરકારે ખેડુત આગેવાનોને દોઢ વર્ષ સુધી કૃષિ બીલનો અમલ સ્થગીત કરવાની પ્રપોઝલ પણ મુકી હતી પરંતુ ખેડુત નેતાઓએ આ પ્રપોઝલને ઠુકરાવી દીધી હતી.

ખેડુત આંદોલન પ્રારંભથી જ ચર્ચામાં રહયું છે. આ આંદોલનમાં કેટલાક ગણ્યાગાંઠયા રાજયના જ ખેડુતો જાેડાયા હતાં આ ઉપરાંત ખેડુત નેતાઓના ભુતકાળને લઈ અનેક વિગતો સોશ્યલ મીડીયા પર વહેતી થતાં ધીમેધીમે આ આંદોલન ચર્ચાસ્પદ બનવા લાગ્યું હતું. દેશની લોકશાહીના સૌથી મોટા એવા ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે જ ખેડુત નેતાઓ ટ્રેકટર રેલી યોજવા મક્કમ બન્યા હતાં. દિલ્હી પોલીસે શરતોને આધીન મંજુરી પણ આપી હતી. ખેડુત નેતાઓએ પોલીસ કમિશ્નર સાથેની મીટીંગમાં રેલી સંપુર્ણ રીતે શિસ્તબદ્ધ તથા અહિંસક રીતે યોજાશે તેવી ખાતરી આપી હતી પરંતુ ગણતંત્રના દિવસે ખેડુતોની ટ્રેકટર રેલીએ નિયત કરેલા રૂટથી અલગ જઈ દિલ્હીમાં ઘુસવાનો પ્રયાસ કરતા જ મામલો બીચક્યો હતો. ખેડુત નેતાઓએ મંજુરી સમયે આપેલી તમામ ખાતરીઓનું પાલન કરવામાં ન આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ રેલીમાં જાેડાયેલા લોકોએ નાગરિકોની સુરક્ષા કરતા પોલીસકર્મીઓ ઉપર રીતસર હુમલો કર્યો હતો. જેના પરિણામે અરાજર્કતા ફેલાઈ હતી સાથે સાથે કેટલાક તોફાની તત્વોએ લાલ કિલ્લામાં ઘુસી જઈ તોફાન મચાવ્યું હતું ભારે તોડફોડ કરવા ઉપરાંત બંદોબસ્ત માટે હાજર પોલીસકર્મીઓને માર માર્યો હતો આ ઉપરાંત વિવિધ રાજયોના ટેબ્લોમાં પણ તોડફોડ કરી હતી. આ શરમજનક દ્રશ્યોથી દેશભરના નાગરિકોના માથા શરમથી ઝુકી ગયા છે.

લાલ કિલ્લા પર લહેરાવવામાં આવતા તિરંગાનું પણ અપમાન કરવામાં આવતા દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. આ કૃત્યથી ખેડુત આંદોલનના નેતાઓમાં ફાટફુટ પડી ગઈ છે. આંદોલન પાછળનો હેતુ દેશભરના લોકોએ જાેઈ લેતા કેટલાક સંનિષ્ઠ ખેડુત નેતાઓએ તાત્કાલિક અસરથી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર નીંદનીય ઘટનાક્રમ બાદ ટ્‌વીટરે પણ પપ૦ જેટલા એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે અને કેન્દ્રના ગૃહ વિભાગે તોફાની તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ અપાતા કિસાન નેતાઓ સામે તથા તોફાની તત્વો સામે એફઆઈઆર દાખલ કરી તેઓને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી છે પરંતુ દેશભરના નાગરિકો સ્પષ્ટપણે માને છે કે જગતનો તાત આવા દેશ વિરોધી કૃત્યમાં ક્યારેય સામેલ ન થઈ શકે. તો પછી આ તત્વો કોણ હતા તેની વિગતો બહાર આવવી જાેઈએ.

લોકશાહીના ઈતિહાસમાં ભારતમાં આન, બાન અને શાનથી ઉજવવામાં આવતા ગણતંત્ર દિવસે તમામ રાજયોના ટેબ્લો રજુ થતા હોય છે દેશભરના નાગરિકો સોશીયલ મીડીયા પર અને ટીવીના માધ્યમથી આ ઉજવણી નીહાળતા હોય છે અને પ્રત્યેક ભારતવાસીને ભારતની તાકાતનો પરિચય મળતો હોય છે અને તેઓ શાનથી પોતે ભારતવાસી હોવાનું ગર્વ અનુભવતા હોય છે. આ વખતે તા.ર૬મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની કોરોનાની મહામારીની વચ્ચે સંયમતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગણતંત્રના દિવસે જ ખેડૂતો કૃષિ બીલના વિરોધમાં દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજવા મક્કમ હતાં. આંદોલન કરી રહેલા ખેડુતોને છેલ્લા કેટલાક સમયથી મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા હતા પરંતુ ખેડુત નેતાઓ સરકારની તમામ રજુઆતોને ફગાવી દઈ કૃષિ બીલનો વિરોધ કરતા રહયા હતાં. આ દરમિયાનમાં જ ર૬મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજવાની જાહેરાત થતાં જ કેટલાક કિસાન નેતાઓની માનસિકતા ઉપર સવાલો ઉઠવા લાગ્યા હતાં જગતનો તાત જયારે દેખાવ કરતો હોય ત્યારે સરકાર હંમેશા સંયમથી વર્તતી હોય છે અને આ વખતે પણ કેન્દ્ર સરકારે ખૂબજ સંયમ પૂર્વક કિસાન નેતાઓ સાથે ચર્ચાનો દોર આગળ વધાર્યો હતો.

ખેડુત નેતાઓ સંપુર્ણપણે કૃષિ બીલ નાબુદ કરી દેવાની માંગ કરતા રહયા હતાં અને સરકાર તેમની આ માંગ સ્વીકારવા તૈયાર ન હતી પરિણામે સરકાર અને ખેડુત નેતાઓ વચ્ચેની યોજાયેલી તબક્કાવાર બેઠકો નિષ્ફળ જતી હતી એકબાજુ દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી માટે દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલતી હતી ત્યારે બીજીબાજુ ખેડુત નેતાઓ ટ્રેકટર રેલી યોજવા માટે મક્કમ હતાં દેશદાઝે ગણતંત્ર દિવસની ઉજવણીમાં સહભાગી થવાના બદલે આજ દિવસે ટ્રેકટર રેલી યોજવાની માંગણી ચર્ચાનો વિષય બની હતી કેન્દ્ર સરકારે આ મુદ્દે પણ નમ્રતા દાખવી હતી અને પોલીસ કમિશ્નર તથા ખેડુત નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. ખેડુતોને ર૬મી જાન્યુઆરીના રોજ રેલી યોજવાની પોલીસ કમિશ્નરે મંજુરી આપી હતી પરંતુ તેમાં કેટલીક શરતો મુકવામાં આવી હતી.

કિસાન નેતાઓએ પણ આ શરતો સ્વીકારી હતી. ખેડુતોની ટ્રેકટર રેલીમાં કોઈ અરાજકર્તા ન સર્જાય તે માટે સમગ્ર દિલ્હીમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એટલંુ જ નહીં પરંતુ પોલીસને ગોળીબાર નહી કરવા ઉપરાંત સંયમતાથી રહેવાનો આદેશ પણ અપાયો હતો. કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યેની આ નીતિનો તોફાની તત્વોએ લાભ ઉઠાવવાનું નકકી કર્યું હતું તે રીતે જ ટ્રેકટર રેલી શરૂ થયા બાદ થોડા જ સમયમાં તોફાની તત્વોનું પોત પ્રકાશ્યુ હતું. પોલીસે જે શરતોનું પાલન કરવાનું કહયુ હતું તેમાંની મોટાભાગની શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો. રેલીને પ્રતિબદ્ધિત રૂટ પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવતા અને તે રૂટ પર લગાવવામાં આવેલી બેરીકેટોને તોડવાનો પ્રયાસ કરાતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે ટ્રેકટરો દ્વારા પોલીસ કર્મીઓને રીતસર કચડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા આ દ્રશ્યો જાેઈ દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો આટલેથી નહી અટકતા ખેડુત રેલીમાં જાેડાયેલા લોકો ખુલ્લેઆમ તલવારો અને લાકડીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પર હુમલા કરવા લાગતા પોલીસે સરકારના આદેશનું પાલન કરી સ્વબચાવમાં પીછેહઠ કરવી પડી હતી. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી ટોળાઓ દેશના હ્ય્દયસમાન લાલ કિલ્લામાં ઘુસી ગયા હતા અને ત્યાં મોટાપાયે તોડફોડ કરી હતી જે એક નીંદનીય બાબત છે.

લાલ કિલ્લામાં તોડફોડ કરવામાં આવતા જ અને ફરજ પર હાજર પોલીસકર્મીઓ પર હુમલા કરવામાં આવતા ૩૦૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે આ તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા એટલું જ નહી પરંતુ તોફાની તત્વોએ વિવિધ રાજયોના ટેબ્લોમાં પણ તોડફોડ કરી હતી. મહિલા પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો પોલીસના હથિયારો પણ લુંટી લેવામાં આવ્યા હતા પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરાઈ હતી. લાલ કિલ્લામાં સર્જાયેલા આ દ્રશ્યો ખુબ જ નીંદનીય હતા. આયોજનબદ્ધ રીતે તોડફોડ કરવામાં આવી હતી એટલું જ નહી પરંતુ તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યો જાેઈ કેટલાક સંનિષ્ઠ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા અને તેઓએ તાત્કાલિક આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય જાહેર કર્યો હતો પોલીસે આ સમગ્ર ઘટનાક્રમમાં એફઆરઆઈ નોંધવાની શરૂ કરી દીધી છે અને તમામ કુટેજાેના આધારે તોફાની તત્વોને ઝડપી લેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે દેશભરમાં એક જ સવાલ ચર્ચાઈ રહયો છે કે આખરે આ કૃત્ય કોણે કર્યું ?.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.