Western Times News

Gujarati News

અન્ના હજારે સરકારની વિરુદ્ધ ૩૦ જાન્યુઆરીથી આમરણ ઉપવાસ કરશે

મુંબઈ, દેશની રાજધાની દિલ્હીની સરહદો પર છેલ્લા બે મહિનાથી વધુ સમયથી કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે હવે અહેવાલો મળી રહ્યા છે કે સમાજસેવી અન્ના હજારે પણ કેન્દ્ર સરકારની વિરુદ્ધ ૩૦ જાન્યુઆરીથી આમરણ ઉપવાસ કરવા જઈ રહ્યા છે. અન્ના હજારેનું કહેવું છે કે તેઓ વર્ષ ૨૦૧૮થી સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી રહ્યા છે પરંતુ તેમની કોઈ પણ વાતને મહત્વ્ન નથી આપવામાં આવી રહ્યું. તેઓએ કહ્યું કે સરકારના આ વલણથી નારાજ થઈને હવે તેઓએ ૩૦ જાન્યુઆરીથી આમરણ ઉપવાસ કરવાનો ર્નિણય લીધો છે. નોંધનીય છે કે અન્ના હજારેના આ ઉપવાસ રાલેગણ સિદ્ધિના યાદવ બાબા મંદિરમાં યોજાશે.

સૂત્રો મુજબ, અન્ના હજારેને સમજાવવા માટે સરકારે અત્યારથી પ્રયાસ શરૂ કરી દીધા છે. અન્ના હજારેને આમરણ ઉપવાસ પર બેસતાં રોકવા માટે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીને અન્ના હજારેને સમજાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. કૈલાશ ચૌધરી આજે સિદ્ધિ પહોંચશે અને અન્ના હજારે સાથે વાત કરશે. નોંધનીય છે કે કૈલાશ ચૌધરી પહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હરીભાઉ બાગડે, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, બીજેપી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ એન અહમદનગરના સાંસદ સુજય વિખે પાટીલ સહિત અનેક અન્ય નેતા પણ અન્ના હજારને સમજાવવા માટે રાલેગણ સિંદ્ધિ આવી ચૂક્યા છે. અન્ના હજારે કોઈ પણ કિંમત પર હવે પાછળ હટવા માટે તૈયાર નથી.

મળતી માહિતી મુજબ, અન્ના હજારેના આમરણ ઉપવાસને ધ્યાને લઈ દેવેન્દ્ર ફડણવીસ અને ગિરિજ મહારાજે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે વાત કરી આ મામલામાં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અન્ના હજારેને આ ડ્રાફ્ટ બતાવવામાં આવશે. ત્યારબાદ અન્ના હજારે જાે તેમાં કોઈ સૂચન હશે તો તેને કૃષિ મંત્રીને મોકલશે. ત્યારબાદ જાે સરકાર તેની પર સહમત થાય છે તો કદાચ અન્ના પોતાના ઉપવાસ પરત લઈ શકે છે.

અન્ના હજારેએ પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકોને વિનંતી કરી છે કે આંદોલનમાં કોઈ પણ પ્રકારની હિંસા ન થવી જાેઈએ. તેઓએ ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી હિંસા પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, હંમેશા અહિંસાત્મક અને શાંતિપૂર્ણ આંદોલન ઈચ્છે છે. તેઓએ કહ્યું કે છેલ્લા ૪૦ વર્ષમાં તેઓએ અનેકવાર આંદોલન કર્યા છે. લોકપાલ આંદોલનમાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા પરંતુ કોઈએ એક પથ્થર પણ નથી ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે ગાંધીજીએ આપણને શીખવ્યું છે કે શાંતિ કોઈ પણ આંદોલનની સૌથી મોટી તાકાત હોય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.