Western Times News

Gujarati News

અમને ભારત પર સંપૂર્ણ ભરોસો: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન

નવીદિલ્હી, હજુ તો ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં લાલ કિલ્લાની હિંસાની આગ હજુ ઠરી પણ નથી ત્યાં બીજી તરફ ભારતની રાજધાની દિલ્હીમાં આવેલા ઈઝરાયેલના દુતાવાસ નજીક થયેલા બોમ્બ વિસ્ફોટના ઘેરા પડઘા પડ્યા છે. બ્લાસ્ટ બાદ તુરંત જ મોદી સરકાર એક્શનમાં આવી ગઈ હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલે ઈઝરાયેલ સાથે વાતચીતનો દૌર ચલાવ્યો હતો. તો બીજી બાજુ ભારતના વિદેશ મંત્રીએ પણ પોતાના ઈઝરાયેલી સમકક્ષ સાથે વાતચીત કરી હતી અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.આ ઘટના બાદ ઈઝરાયેલ પણ એક્શનમાં આવી ગયું હતું. ઈઝરાયેલે તુરંત જ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. હવે ઈઝરાયેલના વડાપ્રધાને પણ ભારત ને લઈને મહત્વની વાત કરી છે.

ગઈકાલે સાંજે ૫ વાગ્યાની આસપાસ દિલ્હી ખાતેના ઈઝરાયેલના દૂતાવાસથી ૧૫૦ મીટર દૂર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટના પાછળ ઈરાનની ગુપ્તચર એજન્સીના હાથની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાેકે ઈઝરાયેલે આકરૂ વલણ અપનાવતા આ ઘટનાને આતંકવાદી કૃત્ય જેવી ગણાવી દીધી હતી. ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, નવી દિલ્હી સ્થિત દૂતાવાસમાં તેમના તમામ રાજદ્વારી અને કર્મચારીઓ સુરક્ષીત છે.

બંને દેશની સુરક્ષાને સ્પર્શતી આ ઘટના બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સક્રિય થઈ ગયા છે. તેમણે પોતાના ઈઝરાયેલી સમક્ષ સાથે વાતચીત કરી છે. તેમણે સમગ્ર ઘટનાક્રમની ઈઝરાયેલને જાણકારી આપી છે. બોમ્બ વિરોધી ટીમ ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્ર કર્યા છે આ સાથે જ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતાન્યાહૂએ હંમેશાને માફક ફરી એકવાર ભારત સાથે મિત્રતા નિભાવી જાણી છે. નેતાન્યાહુએ કહ્યું છે કે, તેમને ભારત પર સંપૂર્ણ વિશ્વાસ છે. આડકતરી રીતે કહીએ તો નેતાન્યાહુને ભારતે આપેલી કાર્યવાહીની ખાતરી પર વિશ્વાસ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.