Western Times News

Gujarati News

બજેટમાં રેલ્વેની સાથેની અનેક યોજનાઓને આગળ વધારાશે

નવીદિલ્હી, ૨૦૧૭ના વર્ષ પહેલાં રેલ્વે બજેટને સામાન્ય બજટથી અલગ રજૂ કરાતું હતું પરંતુ હવે તેને સાથે જ રજૂ કરાય છે. આ વર્ષે રેલ યાત્રીઓને માટે નાણામંત્રીને અનેક આશા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષનું બજેટ છેલ્લા ૧૦૦ વર્ષ કરતાં અલગ હશે.

કોરોના સંકટના કારણે રેલ્વેની રફ્તાર ધીમી પડી છે. આ વર્ષે બજેટમાં રેલ્વેની સાથેની અનેક યોજનાઓને આગળ વધારવા પર ભાર મૂકાઈ શકે છે. યાત્રી સુવિધાઓ પર સરકારનું ફોકસ હોઈ શકે છે. યાત્રી ભાડામાં ઘટાડો કરવાની આશા રાખી રહ્યા છે. કોરોના સંકટની વચ્ચે ભારતીય રેલ્વેએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવાનું કામ કર્યું છે. આ સિવાય બુલેટ ટ્રેન મોદી સરકારની મહાત્વાકાંક્ષી યોજના છે. કોરોના મહામારીના કારણે આ યોજનાની રફ્તાર ધીમી પડી છે. આશા છે કે આ બજેટમાં સરકાર બુલેટ ટ્રેનને લઈને અલગ તૈયરી રજૂ કરશે. બુલેટ ટ્રેન નેટવર્કને લઈને સરકાર પોતાની ખાસ યોજના રજૂ કરી શકે છે.

ર્નિમલા સીતારમણે બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કરતાં કહ્યું હતું કેન્દ્ર સરકાર મુબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના પર કામ કરી રહી છે. ડિસેમ્બરમાં રેલ મંત્રાલયે પોતાની લાંબી યોજનાને નેશનલ રેલ પ્લાન ૨૦૨૪ના નામે રજૂ કરી હતી. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા, મોડલ શેર કરવાની વધારે જાણકારી અને હાઈ સ્પીડ રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તૈયાર કરવાનો ઉલ્લેખ પણ કરાયો હતો. આ પ્લાનને જાન્યુઆરી ૨૦૨૧માં અંતિમ રૂપ અપાશે.

પ્રસ્તાવિત ડ્રાફ્ટ અનુસાર ૨૦૫૧ સુધીમાં દેશમાં ૮૦૦૦ કિમીના હાઈ સ્પીડ રેલ નેટવર્ક તૈયાર કરાશે. તેમાં બુલેટ ટ્રેનના કોરિડોરનો પણ સમાવેશ કરાશે. વારાણસી-પટના, અમૃતસર- જમ્મૂ અને પટના ગુવાહાટી રૂટ પર બુલેટ ટ્રેન કોરિડોર પ્રસ્તાવિત છે. હાલમાં ભારતમાં ફક્ત એક જ બુલેટ ટ્રેન કોરિડોર છે. આ મુંબઈ અને અમદાવાદની વચ્ચે છે અને સાથે તેની પર પણ કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના અન્ય કોરિડોરમાં અયોધ્યાની મદદથી દિલ્હી, વારણસી, હૈદરાબાદ- બેંગલુરુ અને મુંબઈ નાગપુરમાં પણ શરૂ કરવાનો પ્રસ્તાવ છે.

નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પાઈપલાઈન પ્લાનમાં રેલ્વે સેક્ટરમાં ૨૦૨૪-૨૫ સુધી ૧૧.૪૩ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન છે. આ રોડમેપના આધારે ૨૦૨૨માં ૩.૦૮ લાખ કરોડ અને ૨૦૧૪-૨૦૨૦માં તે બજેટ ખર્ચ ૬ લાખ કરોડનું થઈ ચૂક્યું છે. ૨૦૧૯થી ૨૦૧૪ની વચ્ચે પૂંજીગત ખર્ચ લગભગ ૫૦ ટકા રહ્યો. જ્યાં સુધી રેલ્વે સ્ટેશનને સુધારવાનો પ્રયાસ છે તો નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ૬૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. આ સિવાય સૂરત, ચંડીગઢ, આનંદવિહાર, અમૃતસર, ગ્વાલિયર, કાનપુર. સાબરમતી સ્ટેશનનો પુનવિકાસ કરાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.