Western Times News

Latest News from Gujarat

કોંગ્રેસી નેતા સદનમાં પોર્ન જાેતા ઝડપાતા મચ્યો હડકંપ

બેંગ્લુરૂ, કર્ણાટકમાં વિપક્ષી દળ કોંગ્રેસ માટે શુક્રવારે શર્મજનક સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીના એમએલસી પ્રકાશ રાઠોડ સદનમાં પોતાના મોબાઈલ પર અશ્લીલ કિલ્પ જાેતા જાેવા મળ્યા છે. કેટલાક કેમેરા પર્સન દ્વારા લેવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે રાઠોડ પોર્ન ક્લિપ જાેઈ રહ્યા હતા. બાદમાં રાઠોડે મીડિયાને કહ્યું કે તે ઈન્ટરનેટ પર કંઈ જ જાેઈ રહ્યા નહોંતા. બલ્કે મોબાઈલમાંથી અયોગ્ય વીડિયો ડિલીટ કરી રહ્યા હતા.

રાઠોડે કહ્યું કે હું સામાન્ય રીતે સદનમાં મોબાઈલ લઈને નથી જતો. પરંતુ આ વખતે મારે સવાલ પુછવા હતા અને એ જ કારણે હું ફોનમાં ચેક કરી રહ્યો હતો. મે જાેયું કે મારું સ્ટોરેજ ફુલ છે અને પછી મે વીડિયો ક્લીપ ડિલીટ કરવાનું શરુ કર્યુ.

આવું પહેલી વાર નથી થયું જ્યારે કર્ણાટકના ધારાસભ્યો અશ્લીલ વીડિયો જાેતા પકડાયા હોય. વર્ષ ૨૦૧૨માં લક્ષ્મણ સાવદી અને અન્ય ધારાસભ્ય સદનની અંદર અશ્લિલ વીડિયો જાેતા પકડાયા હતા. હાલ સમયે સાવદી રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને ટ્રાંસપોર્ટ મંત્રી છે. આ કાંડે કર્ણાટક વિધાનસભાને હચમચાવી નાંખ્યું હતુ. વિપક્ષી કોંગ્રેસ અને જનતા દળ(એસ)ના સભ્યોએ આ ઘટનામાં સામેલ ૩ પૂર્વ મંત્રીઓને સદનામાંથી સસ્પેન્ડ કરવા અને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.

ભાજપના પ્રવક્તાએ આ મામલામાં કહ્યું કે આ ઉપરી સદન છે. આ વિદ્વાન લોકોનું સદન મનાય છે અને ખોટા કારણોસર આની બદનામી થઈ રહી છે. પહેલા પણ કોંગ્રેસે જ ખૂબ બબાલ કરી હતી. અત્યારે ફરી તેમની પાર્ટીનો સભ્ય અશ્લીલ વીડિયો જાેતા પકડાયો છે. હું આશા રાખુ છુ કે પ્રકાશ રાઠોડની વિરુદ્ધ ડીકે શિવકુમાર સખત પગલા ભરે અને તેમની પાર્ટીને હાંકી કાઢે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers