Western Times News

Gujarati News

૭૫ વર્ષથી વધુવયના કરદાતાને રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાઇ

નાણાં મંત્રી ર્નિમલા સીતારમને સીનિયર સિટીજન માટે સ્પેશિયલ જાહેરાત કરી. ૭૫ વર્ષથી વધુ વયના સીનિયર સિટીજનને હવે ટેક્સમાં રાહત આપવામાં આવી છે. હવે ૭૫ વર્ષથી વધુ ઉંમરવાળાને આઇટીઆર નહીં ભરવું પડે. જાે કે, આ માત્ર પેન્શન લેનારાઓને લાભ મળશે.

ર્નિમલા સીતારમને કહ્યું કે, એનઆરઆઇ લોકોને ટેક્સ ભરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ આ વખતે તેમને ડબલ ટેક્સ સિસ્ટમમાંથી છૂટ આપવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, સ્ટાર્ટ અપને જે ટેક્સ આપવામાં શરૂઆતમાં છૂટ આપવામાં આવી હતી, હવે તેને ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી વધારવામાં આવી છે.

સાથે જ તેમણે કહ્યું કે, રાજકોષીય ખાધ ૬.૮ ટકા સુધી રહેવાનું અનુમાન છે. આની માટે સરકારને ૮૦ હજાર કરોડની જરૂર પડશે, જે આવતાં બે મહિનામાં બજારમાંથી મળી જશે. આ ઉપરાંત ટેક્સ મામલે બીજી પણ કેટલીક જાહેરાત કરી છે. જે મુજબ અત્યારે ટેક્સ રિએસેસમેન્ટ ૬ વર્ષ અને ગંભીર મુદ્દે ૧૦ વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે.

તેને હવે ઘટાડીને ૩ વર્ષ કરવામાં આવી રહ્યા છે. ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં ૫૦ લાખથી વધારે ઈન્કમ છુપાવવાની વાત હશે તો ૧૦ વર્ષ સુધી કેસ ખોલી શકાશે. કમિશનર જ તેની મંજૂરી આપશે. ટેક્સ ડિસ્પ્યૂટ તાજેતરમાં જ ખતમ થયા છે. ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન કમિટી બનાવવામાં આવશે, ૫૦ લાખ સુધીની આવક અને ૧૦ લાખ સુધીની વિવાદિત ઈનકમ વાળા લોકો આ કમિટીની પાસે જઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.