Western Times News

Gujarati News

દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ સિવાય દેશમાં ચક્કાજામનું ખેડૂતોનું એલાન

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ૬ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે શનિવારે ચક્કાજામ કરવા જઈ રહ્યા છે. ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ ચક્કાજામ દેશવ્યાપી હશે. આ દરમિયાન મુખ્ય રસ્તાઓ પર ૬ ફેબ્રુઆરીએ બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ગાડીઓ ચલાવવા દેવામાં આવશે નહીં. સિંઘુ બોર્ડર પાસે ૧ ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં આના પર અંતિમ ર્નિણય લેવામાં આવ્યો હતો. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે શુક્રવારે જણાવ્યું હતું કે જે લોકો અહીં નથી આવી શક્યા તેઓ પોત-પોતાના વિસ્તારમાં શનિવારે શાંતિપૂર્વક ચક્કાજામ કરશે. ૬ ફેબ્રુઆરીએ. બપોરે ૧૨ વાગ્યાથી લઈને ૩ વાગ્યા સુધી દેશના મુખ્ય માર્ગો પર કોઈ ગાડી ચલાવવા દેવામાં આવશે નહીં,તમામ નેશનલ અને સ્ટેટ હાઈ-વે પર ચક્કાજામ રહેશે.

નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા પ્રમાણે દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં કોઈ પણ પ્રકારનો ચક્કાજામ નહીં થાય. આ સિવાય સમગ્ર દેશમાં ચક્કાજામ થશે. સંયુક્ત કિસાન મોર્ચાના જણાવ્યા પ્રમાણે ૨૬ જાન્યુઆરી બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોના ઘણા ટ્રેક્ટરો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી બોર્ડરની આજુબાજુની જગ્યાઓને સંપૂર્ણ રીતે બ્લોક કરવામાં આવી રહી છે. ધરણા ચાલી રહ્યા છે તે સ્થળો અને તેની આજુબાજુ વિજળી, પાણીનો પૂરવઠો તથા ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ મંજીત સિંહ રાયના જણાવ્યા પ્રમાણે આ ચક્કાજામ દ્વારા ખેડૂતો દેખાડવા ઈચ્છે છે કે તેઓ એકજૂટ થઈ ગયા છે. રાયે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે. અમારે સરકારને અમારી તાકાત દેખાડવાની છે. સિંઘુ અને ટીકરી બોર્ડર પર બેઠેલા સંયુક્ત કિસાન મોર્ચાના નેતા સમગ્ર ચક્કાજામનું કોઓર્ડિનેટ કરશે.

ખેડૂત નેતાઓના જણાવ્યા પ્રમાણે બપોરે ૩ વાગ્યા સુધી ચક્કાજામ સમાપ્ત થઈ જશે ત્યારે તેઓ એક સાથે એક મિનિટ માટે પોતાની ગાડીઓનું હોર્ન વગાડશે. દિલ્હીમાં ચક્કાજામ નથી પરંતુ તેમ છતાં પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. ચક્કાજામની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાેવા મળે તેવી સંભાવના છે. તેવામાં ત્યાંની પોલીસ પણ સજ્જ છે.

કિસાન નેતા દર્શનપાલ સિંહે કહ્યું કે, અમે કાલે દિલ્હીમાં ચક્કાજામ નહીં કરીએ. અમે બોર્ડર્સ પર શાંતિપૂર્વક બેસીશું. અમે દિલ્હી ઉપરાંત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે બંધ કરીશું. બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ચક્કાજામ રહેશે.
કિસાન નેતાએ કહ્યું કે, અમે સિંધુ અને ટિકરી બોર્ડર પર શાંતિપૂર્વક બેસી રહીશું. બપોરે ૩ વાગ્યે ચક્કાજામ પૂરું થશે તો અમે એક સાથે એક મિનિટ માટે પોતાની ગાડીઓના હોર્ન વગાડીશું. ઇન્ટરનેટ બંધ થતાં અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. સંયુક્ત કિસાન મોર્ચા અહીંથી જ ચક્કાજામ કોર્ડિનેટ કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.