Western Times News

Gujarati News

રાજકોટમાંથી ૨૨ વર્ષનો બોગસ ડોક્ટર ઝડપાયો

પ્રતિકાત્મક

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર ત્રણ દિવસના સમયગાળા દરમિયાન બે બોગસ તબીબોને ઝડપી પાડી તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ દ્વારા પાર્થ શૈલેશભાઈ માધાણી નામના ૨૨ વર્ષીય બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ડી સ્ટાફના પીએસઆઇએ બી. જાડેજા અને તેમના માણસોને બાતમી મળી હતી કે, યુનિવર્સિટી રોડ પર આવેલા ભગત સિંહ ગાર્ડનવાળી શેરીમાં ચિત્રકુટધામ મેઇન રોડ પર ચિત્રકૂટ ધામ નાગરિક સમિતિ ક્લિનિકમાં પાર્થ માધાણી નામનો વ્યક્તિ છેલ્લા બે માસથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી સર્ટિફિકેટ વગર ડોક્ટરનું રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથી દવા તેમજ ઇન્જેક્શન વગેરે આપી રહ્યો છે.

ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી પાર્થભાઈ માધાણી ઝડપાયો હતો. ત્યારે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ ૪૧૯ તેમજ મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ મેડીકલ પ્રેક્ટિસના સાધનો દવાઓ તેમજ રોકડ રૂપિયા અને મોબાઇલ સહિત ૩,૬૩,૯૪૩ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસે અને દિવસે કોરોનો વાયરસના કેસમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ કોરોના વેક્સિનેશનનો બીજાે તબક્કો રાજકોટ શહેર અને જીલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તારમાંથી વધુ એક વખત પોલીસ દ્વારા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવતા ચકચાર મચી ગઇ છે.

રાજકોટ શહેરના લક્ષ્મીનગર પીજીવીસીએલ ઓફિસ પાસે આવેલા અનુપમ સોસાયટી શેરી નંબર ૪માં કર્મયોગ નામના મકાનમાં ડેન્ટિસ્ટ ડોક્ટર તરીકે અલ્પેશભાઈ ભરતભાઇ જાેષી નામના ૪૫ વર્ષીય વ્યક્તિ કોઈપણ જાતની મેડીકલ વિના છેલ્લા ત્રણ વર્ષથી મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા અલ્પેશભાઈ જાેષી હોસ્પિટલના સાધનો ઇન્જેક્શન દ્વારા દાંતના બીમારીના દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.