Western Times News

Gujarati News

ભારતમાં કોરોના વાયરસ રસીકરણ બાદ અત્યાર સુધી ૨૨ લોકોના મોત

પ્રતિકાત્મક

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આંકડાઓની માનીએ તો દેશમાં કોરોના વાયરસ રસીકરણ બાદથી અત્યાર સુધી ૨૨ લોકોના મોત થઈ ચૂક્યા છે. જાે કે આરોગ્ય મંત્રાલયે આ મોતો માટે રસીકરણને જવાબદાર ગણાવ્યુ નથી. આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં આગ્રા નિવાસી એક ૭૭ વર્ષીય વૃદ્ધનુ મોત થયુ છે. આ વ્યક્તિને ૭ દિવસ પહેલા રસી લગાવવામાં આવી હતી. જ્યારે તેમના મોતનુ કારણ ડાયાબિટીઝ સાથે કાર્ડિયોઝિક/સેપ્ટિકમિક એટેક ગણાવવામાં આવ્યુ છે.

વિશેષજ્ઞોની ત્રણ સમિતિઓ – એક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સમિતિ – મૃત્યુદરમાં રસીકરણની ભૂમિકાને શોધે છે. મંત્રાલયે કહ્યુ કે રાષ્ટ્રીય સમિતિ દ્વારા આવનારા દિવસોમાં આવી મોતોનુ વિશ્લેષણ કરવાની આશા છે. સમાચારોની માનીએ તો શુક્રવાર સુધી ૧૦.૪ મિલિયનમાંથી લગભગ ૫.૨ મિલિયન લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુછ. એટલે કે લક્ષ્યના લગભગ ૫૦ ટકા પૂરા કરી લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રવકતાએ દાવો કર્યો કે શુક્રવારે ભારતમાં ૩.૩ લાખ રસીકરણ કરવામાં આવ્યુ છે અને સંયુક્ત રાજ્ય યુનાઈટેડ કિંગડન અને ઈઝરાયેલની તુલનામાં ભારતમાં સૌથી વધુ ઝડપથી ૫ લાખ લોકોનુ રસીકરણ થયુ છે. વળી, આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં માહિતી આપી કે કોરોના વેક્સીન રસીકરણ વિશે લોકોમાં શંકા છે જેના કારણે કોરોના વેક્સીનમાં ઓછો લોકોએ ભાગ લીધો છે.

તેમણે કહ્યુ કે કોરોના વાયરસ રસીકરણ બાદ અત્યાર સુધી ૭,૫૮૦ પ્રતિકૂળ ઘટનાઓની સૂચના મળી છે. તેમણે કહ્યુ કે અન્ય દેશોમાં કોરોના વાયરસ મહામારીનો બીજાે અને ત્રીજાે તબક્કો જાેવા મળ્યો છે. જાે વધુ ખતરનાક છે. માટે આપણે એ ન કહી શકીએ તો કોરોના વાયરસ રસીકરણ બાદ આ કેસોમાં નિશ્ચિત રીતે ઘટાડો થઈ જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.