Western Times News

Gujarati News

SBI એ દેશમાં શાખા સ્તરીય બેઠકનું આયોજન કર્યું

  • તમામ 524 રિજનલ બિઝનેસ ઓફિસમાં બેઠક યોજાઈ હતી
  • બ્રાન્ચ મેનેજર્સ, રિજનલ મેનેજર્સ અને બેંકનાં ટોચનાં અધિકારીઓ સાથે વિચારણા કરવા બેઠકોનું આયોજન થયું
  • બેઠકોમાં તમામ સ્તરે વિચારો મળ્યાં અને વિચારણાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
  • અભિયાનથી નવા વિચારો અને સૂચનો મળ્યાં, જેનાં પર વિચારણા થશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ વિચારો મેળવવા અને બેંકની કામગીરીની સમીક્ષા કરવા એની શાખાઓ સહિત તમામ 524 રિજનલ ઓફિસમાં ચર્ચાસત્રનું આયોજન કર્યું હતું. આ પ્રકારનું પ્રથમ ચર્ચાસત્ર 17 અને 18 ઓગસ્ટનાં રોજ યોજાયું હતું, જેમાં બેંકની પાયાથી લઈને ટોચનાં સ્તર સુધીની પ્રક્રિયાનાં પ્રથમ તબક્કાની ડિઝાઇન બનાવવા માટે ચર્ચા થઈ હતી.

30 આરબીઓમાં સમગ્ર ગુજરાત સર્કલમાં ટોચનાં મેનેજમેન્ટ સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દેશને 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં લઈ જવા માટે વિવિધ બાબતો પર વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી જે વડા પ્રધાનનું સ્વપ્ન છે. ચીફ જનરલ મેનેજર શ્રી દુખબંધુ રથની આગેવાની હેઠળ ચર્ચા સત્ર યોજાયું હતું.

ગુજરાતના અન્ય કેન્દ્રો પર માર્ગદર્શન અને વિચાર-વિમર્શ કરતા વર્તુળના ત્રણ જનરલ મેનેજરો પણ હાજર હતા. આર્થિક વૃદ્ધિ માટે ક્રેડિટ સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ક્રેડિટ સપોર્ટ, ખેડુતોની આવક બમણી કરવી, જલ શક્તિ, હરિયાળી અર્થવ્યવસ્થા માટે સપોર્ટ, સ્વચ્છ ભારત, મહિલા સશક્તિકરણ, એમએસએમઇ / મુદ્રા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા, એજ્યુકેશન લોન, બ્લુ ઇકોનોમી, નિકાસ ક્રેડિટ , ઓછી રોકડ / ડિજિટલ અર્થતંત્ર, તકનીકી, નાણાકીય સમાવેશ, સીધો લાભ સ્થાનાંતરણ, સરળ જીવન, સ્થાનિક અગ્રતા સાથે જોડાણ, કોર્પોરેટ સામાજિક જવાબદારી જેવા કેટલાક સૂચનો પરામર્શ પ્રક્રિયા દરમિયાન આગળ આવ્યા હતા.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ વધારવા, ઇનોવેશન લાવવા માટે અને બિગ ડેટા એનાલીટિક્સને સક્ષમ બનાવવા ટેકનોલોજીનાં ઉપયોગનો વધારે ઉપયોગ કરવો અને નાગરિક-કેન્દ્રિત બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા તેમજ વરિષ્ઠ નાગરિકો, ખેડૂતો, લઘુ ઉદ્યોગો, ઉદ્યોગસાહસો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સંતોષવા માટેની રીતોને ઓળખવાનો અને એનો વ્યવહારિક અમલ કરવાનો હતો.

એસબીઆઈને ઘણાં અમલ કરી શકાય એવા નવા સૂચનો મળ્યાં હતાં, જે બેંકની કામગીરીમાં સુધારો કરવામાં અને ભવિષ્યની યોજના બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સૂચનોને સંકલિત કરીને એસએલબીસી/સ્ટેટ લેવલ પર વધુ વિચારણા માટે રિજનલ/ઝોનલ લેવલ પર મોકલવામાં આવ્યાં હતાં, જેમાં દરેક રિજન અંતર્ગત શાખાઓની તુલનાત્મક કામગીરીનું મૂલ્યાંકન સામેલ હતું. ત્યારબાદ બેંકે ઇન્ટ્રા અને ઇન્ટર-બેંક પર્ફોર્મન્સની સરખામણી કરવા તથા તમામ પીએસબીમાં અમલીકરણ કરવા ભવિષ્યનાં માર્ગ સાથે સંબંધિત સૂચનોનો અંતિમ ઓપ આપવા ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ચર્ચાવિચારણાની પ્રક્રિયાને પરિણામે શાખા સ્તરે જોડાણ અને ઉદ્દેશની સમજણ નવેસરથી પ્રાપ્ત થઈ હતી તથા બેંક ભવિષ્ય માટે યોજનાનો અમલ કરવા, એની કામગીરી સુધારવા તથા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ કામગીરી કરવા સજ્જ થઈ છે, જેથી એનાથી ભારતીય વિકાસગાથા સાથે જોડાણ કરવાની એની કામગીરી પૂર્ણ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.