Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૨૩૨ કેસ નોંધાયો

ગાંધીનગર, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો મૃત્યુદર ૧.૪૩% છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોમાંથી ૧,૦૫,૨૨,૬૦૧ લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયાં છે. બીજી બાજુ ભારતે અફઘાનિસ્તાનના લોકોને પણ ગિફ્ટમાં રવિવારે કોવિડ-૧૯ વેક્સીનના પાંચ લાખ ડોઝ સોંપ્યા છે. ૨૪ કલાકમાં કોરોનાના ૨૩૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૩૨ કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં ૨૪ કલાકમાં ૪૫૦ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ ૨૫૭૧૨૦ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ ૯૭.૫૧%એ પહોંચ્યો છે. રાજ્યમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, મહેસાણા, પાટણ, પોરબંદર, તાપી અને વલસાડ એમ કુલ ૧૦ જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં ૪૯, સુરતમાં ૨૫, વડોદરામાં ૫૭ તેમજ રાજકોટમાં ૪૨ દર્દીઓનો સમાવેશ થાય છે.

જ્યારે રાજ્યમાં કુલ ૨૧૬૦ એક્ટિવ કેસમાંથી ૨૩ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૨૧૩૭ સ્ટેબલ છે. રાજ્યમાં ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧ મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૪૩૯૬એ પહોંચ્યો છે. દેશમાં આશરે ૨૦ લાખ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે તો રસી લગાડવાના મામલે કર્ણાટક સૌથી આગળ છે. ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૯૭૬ કેન્દ્રો પર ૪૯,૦૦૫ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. જેથી અત્યાર સુધીમાં ૬૦૪૧૮૪ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.