Western Times News

Gujarati News

જાડેજાએ રાત્રે લટાર મારતા સિંહનો વીડિયો બતાવ્યો

નવી દિલ્હી:  રવિન્દ્ર જાડેજાનો સિંહના બચ્ચા સાથેનો ફોટો ફરી વાયરલ થતા વિવાદનું વંટોળ ઉઠવાની સંભાવનાઓ ઉભી થઈ છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે સ્કેડ્યુલ-૧ પ્રાણી સાથે ફોટો પડાવીને નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી થઈ શકે છે.

જાેકે, ફોરેસ્ટ વિભાગે જણાવ્યું છે કે આ સિંહ એશિયાટિક નહીં પણ આફ્રીકન સિંહ છે. ઓલરાઉન્ડર જાડેજાએ ત્રણ સિંહ રોડ પરથી ચાલીને જતા હોવાનો વીડિયો પોસ્ટ કર્યા બાદ ફરી એકવાર વિવાદિત તસવીર વાયરલ થઈ રહી છે.

જાડેજાએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર વીડિયો શેર કરીને લખ્યું છે, વાહ! સૌથી સારો અનુભવ” આ વીડિયો કારમાંથી લેવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાતના સમયે ત્રણ સિંહ રોડ પર ફરતા દેખાય છે, આ વીડિયો સામે આવ્યા બાદ વાયરલ થયેલો સિંહ સાથેનો જાડેજાનો ફોટો તપાસ માટે વન વિભાગને મોકલવામાં આવ્યો હતો, જેમાં માલુમ પડ્યું કે આ સિંહનું બચ્ચું ગુજરાતનું નથી. જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડીટી વસાવડાએ જણાવ્યું કે, મેં રવિન્દ્ર જાડેજાના સિંહના બચ્ચા સાથેના ફોટોની તપાસ કરી છે.

પરંતુ આ ગુજરાતના સિંહની નથી. આ ફોટો આફ્રીકાના સિંહ સાથે લેવામાં આવ્યો છે. જાેકે આ વીડિયો જાડેજાએ લીધો છે કે કેમ તે અંગે તેણે કોઈ સ્પષ્ટતા કરી નથી. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, આ જૂનો ફોટો છે, જે ૨૦૧૮માં લેવામાં આવ્યો હતો. આ ફોટો જાડેજાએ રાત્રે ફરતા સિંહનો વીડિયો શેર કર્યા બાદ ફરી સામે આવ્યો છે. જાડેજા ૨૦૧૮માં ટીમ ઈન્ડિયા સાથે ૨૦૧૮માં ગયો હતો,

ત્યારે વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીની મુલાકાત દરમિયાન આ તસવીર લીધી હતી. ૨૦૧૬માં જાડેજાએ સાસણમાં ગીર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીમાં સિંહ સાથે તસવીર લઈને જંગલના નિયમોના ભંગ બદલ ૨૦,૦૦૦ રુપિયાનો દંડ ભરવો પડ્યો હતો. ૨૦૧૬ના વાયરલ થયેલા ફોટોમાં જાડેજા પત્ની રીવાબા સાથે એક તસવીરમાં દેખાય છે જેમાં સિંહ પણ ઝાડ નીચે બેઠેલો દેખાય છે. બીજા ફોટોમાં જાડેજા સિંહ સાથે દેખાઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.