Western Times News

Latest News from Gujarat

આંદોલનજીવી શબ્દનો ઉપયોગ કરી રાઉતે મોદીની ટીકા કરી

મુંબઇ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે આંદોલનજીવી શબ્દનો ઉપયોગ કરવાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિસાન સાધ્યું અને કહ્યું કે તે આ શબ્દથી પોતાના આપને જાેડવા ઇચ્છે છે રાજયસભા સભ્યે ટિ્‌વટર પર કિસાન નેતા રાકેશ ટિકૈતની સાથે પોતાનો ફોટો સંયુકત કર્યો અને લખ્યંુ ગર્વથી કહો આપણે બધા આંદોલનજીવી છીએ,જય જવાન જય કિસાન.

રાઉતે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાનોની સાથે એકતા પ્રદર્શિત કરવા માટે બે ફેબ્રુઆરીએ દિલ્હીની સીમા ગાજીપુર બોર્ડર પર ટિકૈતથી મળ્યા અને ત્યારે આ ફોટો ખેચાવ્યો હતો મોદીએ રાજયસભામાં કહ્યું હતું કે દેશ શ્રમજીવી અને બુદ્ધિજીવી જેવા શબ્દોથી પરિચિત છે પરંતુ ગત કેટલાક સમયથી આ દેશમાં એક નવી જમાત પેદા થઇ છે અને તે ચે આંદોલનજીવી.તેમણે કહ્યું કે વકીલોનું આંદોલન હોય કે છાત્રોનું આંદોલન કે ફરી મજદુરોનું આ દરેક જગ્યાએ નજરે પડે છે કયારેક પડદાની પાછળ કયારેક પડદાની આગળ આ પુરી ટોળી છે જે આંદોલન વિના જીવી શકે નહીં.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers