Western Times News

Latest News from Gujarat

ડાયમંડ ટ્રેડિંગ કંપનીના કર્મચારીએ પિતાને ગુમાવ્યાં, નોકરી છોડી ધંધો કર્યો, સાત મહિનામાં વેચાણ રૂ. 1.1 કરોડને પાર

સ્નેપડીલ – ગુજરાતમાં નાના અને મધ્યમ વ્યવસાયો માટે પ્રોત્સાહક -ભારતના અગ્રણી વેલ્યુ-કેન્દ્રિત ઇ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ ઘરેલુ વ્યવસાયોને તેમની પહોંચ વધારવા અને નવા ગ્રાહકો શોધવામાં મદદરૂપ

સુરતના તેજસ ગોરસિયાએ 20ના દાયકામાં જ્યારે તેમના પિતાને ગુમાવ્યાં ત્યારે તેમના જીવનમાં ભારે હલચલ પેદા થઇ ગઇ. મુંબઇમાં ડાયમંડ ટ્રેડિંગ કંપનીના કર્મચારી તરીકે તેઓ રૂ. 75,000નું વેતન મેળવતાં હતાં, પરંતુ તેમની માતા અને નાના ભાઇને મદદ કરવા ઉપરાંત તેમના પિતાની રૂ. 22 લાખની લોનની ચૂકવણી કરવા માટે આ રકમ અપૂરતી હતી. તેજસને ખબર હતી કે પગારદાર તરીકેની નોકરી જીવનને મૂશ્કેલ બનાવશે.

સુરતમાં ટેક્સટાઇલ ધરાવતા એક કાકાએ તેજસને તેમના માટે ઓનલાઇન કંપનીની રચના કરવાની શરતે તેમને 6 મહિના માટે પ્રતિમાસ રૂ. 25,000 ઓફર કર્યાં. ત્યારબાદ જો કામગીરી સામાન્ય રહે તો તે ભાગીદારી રહેશે. મોટું જોખમ હોવા છતાં તેજસે 15 ચોરસફુટની ઓફિસ ભાડે લઇને ઝંપલાવ્યું. જૂન 2018માં સ્નેપડીલ સહિત વિવિધ ઇ-કોમર્સ પોર્ટલ્સ ઉપર ટોચની 10 ડિઝાઇનને લિસ્ટ કરવામાં આવી હતી.

એક સપ્તાહમાં સ્નેપડીલે તેજસનો સંપર્ક કર્યો અને તેમને વેચાણ કેવી રીતે વધારવું તેનું માર્ગદર્શન આપ્યું. કેટલોગિંગ, પ્રમોશન અને વિવિધ પ્રકારની ડિસાઇન્સ બનાવવા સંબંધિત સ્નેપડીલનો સહયોગ અમૂલ્ય હતો. હવે તેમની કંપની સ્નેપડીલ માટે દર મહિને આશરે 1500 ઓર્ડર્સ રવાના કરે છે,

જે તેમના કુલ ઓનલાઇન વેચાણનો મોટો હિસ્સો ધરાવે છે. સ્નેપડીલ સાથે જોડાયાના સાત મહિનામાં વેચાણ રૂ. 1.1 કરોડને પાર કરી ગયું છે, જેનાથી રોકાણ ઉપર સૌથી વધુ અને ઝડપી વળતર પ્રાપ્ત થયું છે.

આજે 27 વર્ષની ઉંમરે આ સ્નેપડીલ સેલર બહુવિધ બિઝનેસનું સંચાલન કરે છે. તાજેતરમાં તેમણે વુમન્સ એથનિક વેર વેન્ચરમાં અભુતપૂર્વ વૃદ્ધિ બદલ સ્નેપડીલ સેલર એક્સલન્સ પ્લેટિનમ એવોર્ડ જીત્યો છે. તેજસનું માનવું છે કે પોર્ટલની ઝડપી અને પારદર્શક પેમેન્ટ સાઇકલ્સ તેમના બિઝનેસની વૃદ્ધિ માટે નિર્ણાયક રહી છે.

જોકે, કામગીરી સરળ ન હતી. વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિકગાળામાં લોકો ઓનલાઇન વેચાણની સદ્ધરતા વિશે શંકામાં હતાં. જોકે, મહામારીના થોડાં જ સપ્તાહોમાં ગ્રાહકોની આદતોમાં પરિવર્તન આવ્યું. દેશવ્યાપી લોકડાઉનને કારણે અવરજવર ઉપર નોંધપાત્ર નિયંત્રણો આવતાં લોકો ઝડપથી ડિજિટલ શોપિંગની આદતો તરફ વળ્યાં, જેમાં સમગ્ર ભારતના નાના નગરો અને ગામડાઓ પણ સામેલ છે.

શરૂઆતી પડકારો વચ્ચે પણ કટોકટીના સમયમાં નાના સેલર્સ અને બિઝનેસિસ માટે અપાર તકોનું સર્જન થયું. કોવિડ-19ને કારણે લોકડાઉનના પ્રારંભિક તબક્કામાં નાના બિઝનેસિસને સખત ફટકો પડ્યો હોવા છતાં  સ્નેપડીલ જેવાં ઓનલાઇન માર્કેટપ્લેસે તેમને ઓનલાઇન થવામાં સહયોગ કરતાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

ઘરેલુ ઉત્પાદકો અને વેચાણકર્તાઓ સાથે કામ કરતાં સ્નેપડીલ ઓનલાઇન સેલિંગ, તેમની ભૌગોલિક મર્યાદાઓ બહાર વધુ ખરીદદારોને ટાર્ગેટ કરવા તથા સમગ્ર ભારતમાં અંતરિયાળ પ્રદેશો સુધી પહોંચવા સંબંધિત જરૂરી જાણકારી પ્રદાન કરીને તેમને મદદ કરી રહ્યું છે.

ઉદાહરણરૂપે, સ્નેપડીલ સાથે મળીને કામ કરતાં યુવા ઉદ્યોગસાહસિક શુભમ ચિપ્પાએ તેમના પિતાના હોમ ફર્નિશિંગ પ્રોડક્ટ્સ બિઝનેસ ડિજિટાઇઝ કર્યો. પોર્ટલે તેને લિસ્ટિંગ, ઓર્ડર પ્રોસેસ કરવા, સેલ્સ અને વિસ્તરણ સંબંધિત જાણકારી પ્રદાન કરી, જેનાથી તેમને બિઝનેસને વધારવામાં મદદ મળી.

ગત વર્ષે સ્નેપડીલે 5,000થી વધુ વેચાણકાર-ખરીદદારને ઓનબોર્ડ કર્યાં છે. તેમાંથી ઘણાં ગુજરાતના છે, જેઓ પોતાના ઉત્પાદન એકમ ધરાવે છે અને હોમ ડેકોર ચીજોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. તેમાં ક્રોકરી ચીજો, હેન્ડીક્રાફ્ટ્સ, બેડ લાઇન્સ તેમજ જ્વેલરી જેવી ફેશન એસેસરિઝ અને એપરલ વેરની શ્રેણી છે, જેમાં કિડ્સ વેર, સાડી અને સ્યુટ ડ્રેસ મટિરિયલ સામેલ છે.

સ્નેપડીલ નાના નગરો અને શહેરોના વેચાણકારો અને ઉત્પાદકો સાથે કામ કરતાં અમારા પોર્ટલ ઉપર લિસ્ટ થવાનું મહત્વપૂર્ણ કારણ તેમની ઇન્વેન્ટરીનો અસરકારક ઉપયોગ છે. અહીં ઉત્પાદકો-વેચાણકારો સીધા ખરીદદારોને પ્રોડક્ટ્સ પહોંચાડે છે.

પરિણામે ઓનલાઇન પ્લેટફોર્મ્સના વેરહાઉસમાં સ્ટોક્સ પડી રહેતો નથી. આ આવશ્યક છે કારણકે લોકડાઉનના કારણે સર્જાયેલા વિક્ષેપથી ઘણાં ઉત્પાદકોનો સ્ટોક્સ હજીપણ પરંપરાગત, લેયર્ડ, ફિઝિકલ રિટેઇલ અને હોલસેલ ચેનલ્સમાં ફસાયેલો છે. સ્નેપડીલ મારફતે ઓનલાઇન વેચાણ કરવાથી ઇન્વેન્ટરીની ઝડપી મૂવમેન્ટ શક્ય બને છે તેમજ કામગીરીનું આયોજન કરતી વખતે તરલતા જાળવી શકાય છે, તેમ સ્નેપડીલના એસવીપી રજનીશ વાહીએ કહ્યું હતું.

સ્નેપડીલ ઉપર ઝડપી વેચાણ વૃદ્ધિ અને વેચાણમાં સરળતાથી ઘણાં ઉત્પાદકોને ઓનલાઇન બિઝનેસ મોડલમાં જોડાવા પ્રોત્સાહન મળ્યું છે. વધુમાં સ્નેપડીલ મારફતે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણથી ઉત્પાદકોને ઊંચી માર્જીન મળે છે. વેચાણકારોના બિઝનેસને વેગ આફવા સ્નેપડીલે તાજેતરના મહિનાઓમાં વિવિધ પહેલો અમલમાં મૂકી છે.

તેમાં ગ્રાહકોની પસંદગી, વિવિધ કિંમતે માગના અંદાજો અને સ્પર્ધાત્મક સ્થિતિ સંબંધિત એનાલિટિકલ ઇનપુટ્સ સામેલ છે, જેથી વેચાણકારોને વેચાણના વ્યૂહ બનાવવામાં મદદ મળે. તેજસ અને અન્ય નાના ઉત્પાદકો માટે આ સારા સમયની શરૂઆતનો સંકેત છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers