Western Times News

Gujarati News

સચિન-વીરૂ ક્રિકેટના મેદાન ઉપર ફરી સાથે જાેવા મળશે

નવી દિલ્હી, ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ એક વખત ફરી ક્રિકેટના મેદાન પર એક સાથે જાેવા મળશે. આ બન્નેની જાેડી તોફાની બેટિંગ માટે ઓળખાય છે. આવામાં પ્રશંસકો તેમને અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ફરીથી ઓપનિંગ કરતાં જાેઇ શકશે.

આ સીરિઝની શરૂઆત ૨ માર્ચથી થશે અને તે ૨૧ માર્ચ સુધી ચાલશે. રોડ સેફ્ટી જાગૃતતા સાથે જાેડાયેલી આ ટૂર્નામેન્ટમાં બ્રેટ લી, બ્રેન લારા, તિલકરત્ને દિલશાન અને જાેન્ટી રોડ્‌સ જેવા દિગ્ગજ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાયરસને લીધે ચાર મેચો બાદ જ તેને રદ કરવું પડ્યું. આ વખતે આ ટૂર્નામેન્ટનું આયોજન એવા રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે, જ્યાં મહામારીની અસર ઓછી રહી હોય. રોડ સેફ્ટી સીરિઝ આ વર્ષે છત્તીસગઢના રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ સીરિઝના આયોજકોનું કહેવું છે કે, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન સાથે ક્રિકેટ રમતાં પાંચ દેશોના કેટલાક અને પૂર્વ દિગ્ગજ આ ટૂર્નામેન્ટમાં રમતાં જાેવા મળશે. આમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ અને ભારતના કેટલાક પૂર્વ ક્રિકેટર ભાગ લેશે. આનું આયોજન દેશમાં માર્ગ સુરક્ષાની જાગૃતતા માટે કરવામાં આવી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.