Western Times News

Gujarati News

હવે ન તો સાંસદ અને ન તો મંત્રી કે પાર્ટીમાં કોઇ પદ ઇચ્છુ છું: આઝાદ

નવીદિલ્હી, રાજયસભામાંથી નિવૃત થયેલા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે લોકો હવે તેમને અનેક જગ્યાએ જાેઇ શકશે કારણ કે તેઓ હવે ફ્રી થઇ ચુકયા છે તેમણે એ પણ કહ્યું કે હવે ન તો તેમની સાંસદ કે મંત્રી બનવાની ઇચ્છા છે અને ન તો હવે તે પાર્ટીમાં કોઇ પદ લેવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે તે એક રાજનેતા તરીકે પોતાના કામથી સંતુષ્ટ છે અને જયાં સુધી જીવતા રહેશે જનતાની સેવા કરતા રહેશે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે હું ૧૯૭૫માં જમ્મુ કાશ્મીર યુથ કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ હતો મેં પાર્ટીમાં અનેક પદો પર કામ કર્યું છે મેં અનેક વડાપ્રધાનોની સાથે કામ કર્યું હું ખુજને ભાગ્યશાળી માનુ છું કે મને દેશ માટે કામ કરવાની તક મળી હું ખુશ છુ કે મારી ઇમાનદારીથી પોતાના કર્તવ્યોનું પાલન કર્યું મને દેશ અને દુનિયાને જાણવા અને સમજવાની તક મળી.

તેમણે વધુમાં કહ્યું કે હું એક રાજનેતા તરીતે મારા કામથી પુરી રીતે સંતુષ્ઠ છું મને લાગે છે કે જયાં સુધી હંું જીવતો રહીશ જનતાની સેવા કરતો રહીશ જયારે તેમને સંસદમાં મળેલી પ્રશંસા અને અભિનંદન બાબતે પુછવામાં આવ્યું તો આઝાદે કહ્યું કે આપણે કેટલાક લોકો ઉડાણથી સમજીએ છીએ તો કેટલાકને જમીન સ્તર પર જે મને ઉડાણથી સમજે છે તેમણે વર્ષો સુધી મારૂ કામ જાેયુ અને આથી ભાવુક થઇ ગયા હું તે બધાનો આભારી છું હું તે લોકોનો પણ આભાર માનુ છું જેમણે મને મેસેજ કર્યો કોલ કર્યા અને મારા માટે ટ્‌વીટ કર્યું.

ગુલામ નબી આઝાદે કહ્યું કે હું વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને વિવિધ પક્ષોના સાથીઓનો આભારી છું જેમણે મારી પોતાની પ્રશંસા કરી અને જેમની સાથે મને કામ કરવાની તક મળી હું તેમની કામનાઓ માટે પણ તેમનો આભારી છું પોતાના આગામી માર્ગને લઇ તેમણે કહ્યું કે હવે તમે મને અનેક જગ્યાઓ પર જાેઇ શકશો હું હવે ફ્રી થઇ ગયો છું સાંસદ મંત્રી બનવાની હવે મારી કોઇ ઇચ્છા નથી મેં ખુબ કામ કરી લીધું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.