Western Times News

Latest News from Gujarat

વેલેન્ટાઈન્સ ડે પર નિક્લોડિયન કિડ્સ ચોઈસ એવોર્ડસ 2020 ખાતે બાળકોને તેમના ફેવરીટ્સ પ્રત્યે પ્રેમ દર્શાવતા જુઓ

આ અનોખા એવોર્ડસ ટેલિવિઝન, ઓટીટી અને ડિજિટલ સહિત બાળકોનાં 11 ફેવરીટ મનોરંજન સ્થળોમાં સાઈમલ્કાસ્ટ થશે  ~

વેલેન્ટાઈન્સ ડે નજીક છે અને આખી દુનિયા ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે ત્યારે બાળકો અસલ નિક્લોડિયન સ્ટાઈલમાં તેમના ફેવરીટ્સ માટે પ્રેમ દર્શાવવા માટે સુસજ્જ છે! આ રવિવારે તમારા પાયજામા ચઢાવો અને તમારી વહાલી સેલિબ્રિટીઓને માણો, કારણ કે આ અગ્રણી કિડ્સ એન્ટરટેઈનમેન્ટ ચેનલ તમારે માટે વર્ષનો સૌથી ભવ્ય અને સૌથી સ્લિમ કિડ્સ ચોઈસ એવોર્ડસ 2020 અગાઉ ક્યારેય નહીં જોયો હોય તેવા અવતારમાં લાવી રહી છે.

14મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 8.30 વાગ્યાથી. શ્રેણીમાં પ્રથમ તરીકે એવોર્ડસ 11 મનોરંજન સ્થળોમાં સાઈમલ્કાસ્ટ કરવામાં આવશે, જેમાં ટીવી પર નિક, સોનિક અને નિક એચડી+, વૂટ પર ઓટીટીમાં, વૂડ કિડ્સ અને જિયોટીવી, જિયો ટીવી+નો સમાવેશ થાય છે. શો યુ ટ્યુબ પર નિક ઈન્ડિયા અને વૂટ કિડ્સ ચેનલ પર અને નિક ઈન્ડિયા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજીસ પર પણ પ્રસારિત થશે, જેને લીધે સર્વત્ર બાળકો અને પરિવારો આ વર્ષનો શોનો હિસ્સો બની શકશે.

નિક્લોડિયન કિડ્સ ચોઈસ એવોર્ડસ ભારતના બાળકો દ્વારા એકમાત્ર એવોર્ડ શો છે, જે બાળકો માટે અને બાળકોનો છે. તે ડિજિટલ, મોબાઈલ ગેમિંગ, સ્પોર્ટસ, ફિલ્મ અને ટેલિવિઝનમાં મનોરંજનની દુનિયામાં શ્રેષ્ઠતમને ઓળખે છે અને ઉજવણી કરે છે. આ વર્ષના એવોર્ડસ બાળકો અને પરિવારો માટે વધુ મોજીલી, ઝાકઝમાળભર્યા અને તારલાઓથી ભરચક રહેશે,

જેમાં વરુણ ધવન, ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, કિયારા અડવાણી, બાદશાહ, નોહા ફતેહી અને ઘણી બધી વધુ સેલિબ્રિટીઓ વિડિયો એપિયરન્સ, પરફોર્મન્સ કરશે અને પડકારો ઝીલશે. ટાઈગર શ્રોફ અને કિયારા અડવાણીને લોકડાઉન દરમિયાન બાળકોનું મનોરંજન કરવા માટે વિશેષ સન્માન પ્રાપ્ત થશે.

લોકપ્રિય બાળ કલાકાર આકૃતિ શર્મા અને મનોરંજક ડાન્સર, હોસ્ટ અને દોસ્ત રાઘવ જુયાલના સૂત્રસંચાલનમાં 30 મિનિટના આ શોમાં બાદશાહ યુવા ચાહકો માટે રેપ ડાન્સ કરશે, જ્યારે અભિનેતા- કોમેડિયન દિલીપ જોશી ઈમેજી ચેલેન્જ ઝીલશે, જે પછી ટૂન્સ સાથે ફુલ- બ્લોન પાયજામા પાર્ટી માણવા મળશે. બાળકોના મનોરંજનની પરંપરાને વધુ ઊંચાઈએ લઈ જતાં આ વખતે દર્શકોને ભરપૂર મોજમસ્તી અને મનોરંજનની સવારી કરાવવામાં આવશે.

એવોર્ડસ વિશે બોલતાં વાયાકોમ18 ખાતે હિંદી માસ એન્ટરટેઈનમેન્ટ અને કિડ્સ ટીવી નેટવર્કના હેડ નીના ઈલાવિયા જયપુરિયાએ જણાવ્યું હતું કે દરેક વીતતાં વર્ષ સાથે અમે અજોડ અને અનોખી કન્ટેન્ટ સાથે અમારા યુવા દર્શકોને સશક્ત અને મનોરંજિત કરવા સાથે જોડાણ વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.

આ વર્ષે તેની વર્ચ્યુઅલ ફોર્મેટમાં નવી શ્રેણીઓ રજૂ કરવા સાથે નિક્લોડિયન 11 સ્થળમાં કિડ્સ ચોઈસ એવોર્ડસ 2020 સાઈમલ્કાસ્ટ કરશે, જેને લીધે અમે અમારા યુવા દર્શકો માટે બધી સ્ક્રીન અને મંચો પર ઉપલબ્ધ બનીશું. મનોરંજનથી ભરચક શોનો વારસો જાળવી રાખતાં આ વર્ષે ફરી એક વાર બાળકોના ફેવરીટ્સ મોજીલા વાર્તાલાપ અને ભરપૂર મનોરંજન સાથે જીવંત બનશે, જે પરિવારોને એકત્ર મોજ લેવા માટે ઉત્તમ સંધ્યા બની રહેશે એવી અમને ખાતરી છે.

બેસ્ટ મ્યુઝિક રેપ સ્ટાર જીતનારા બાદશાહે આ રોમાંચમાં ઉમેરો કરતાં જણાવ્યું હતું કે બાળકો સૌથી વફાદાર હોય છે, પરંતુ આકર્ષિત કરવા માટે સૌથી મુશ્કેલ સમૂહમાંથી એક પણ છે. ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે તેમને સહભાગી રાખવાનું અને આકર્ષિત કરવાનું પડકારજનક છે. મને લાગે છે કે બાળકો દ્વારા નિક્લોડિયનના કિડ્સ ચોઈસ એવોર્ડસ ખાતે મને ફેવરીટ રેપ મ્યુઝિક સ્ટાર તરીકે પસંદ કરવામાં આવ્યો તે માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું. હું તેમને માટે વધુ ગીતો અને મનોરંજન નિર્માણ કરવા ઉત્સુક છું.

દુનિયાભરના બાળકો પાસેથી અમને સુંદર પ્રતિસાદ મળ્યો તે બદલ અમે સદભાગી છીએ. બાળકોને હળવીફૂલ વાર્તાઓ ગમે છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સામાન્ય કે રોજબરોજના જીવનની સ્થિતિઓને વાસ્તવમાં છતાં હાસ્યસભર રાખીને તેમનું મનોરંજન કરી રહ્યો છે.

ટીએમકેઓસી સામાન્ય લોકો અને તેમની સાંસ્કૃતિક વૈવિધ્યપૂર્ણ પાડોશીઓની એકતા અને સામાન્ય અસલ જીવનના પડકારો સામે તેમના અજોડ નિવારણો અને તેમના રોજબરોજના જીવનમાં ખુશી શોધવાની વાર્તા છે. તે બાળકો સ્થિતિને અલગ રીતે જુએ છે તેમ દુનિયાને અલગ નજરિયાથી બતાવે છે. કિડ્સ ચોઈસ એવોર્ડસ ખાતે લાગલગાટ 6 વાર બેસ્ટ ટેલિવિઝન સિરીઝનો પુરસ્કાર જીતવો તે કન્ટેન્ટ તેમને કઈ રીતે સ્પર્શે છે તેનો ઉત્તમ દાખલો છે.

તેમને આ વર્ષોમાં શો ગમ્યો તેની મને બેહદ ખુશી છે અને તેઓ પ્રેમ વરસાવવાનું ચાલુ રાખશે એવી આશા છે, એમ શોના નિર્માતા અસીત કુમાર મોદીએ જણાવ્યું હતું. તો 14મી ફેબ્રુઆરીના રાત્રે 8.30 વાગ્યાથી તમારા ફેવરીટ્સ જોવાનું ચૂકશો નહીં, નિક્લોડિયન કિડ્સ ચોઈસ એવોર્ડસ 2020માં!

Copyright © All rights reserved. | Developed by Aneri Developers