Western Times News

Gujarati News

૮,૪૦૦ કરોડ રૂપિયાની કિંમતવાળી આ ટેન્કને સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરાઈ

આ ટેન્કનું નિર્માણ અને વિકાસ સંપૂર્ણપણે ડીઆરડીઓએ કર્યું છે-પ્રધાનમંત્રી મોદીએ આર્મીને અર્જુન ટેન્ક સોંપી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કેરળ અને તમિલનાડુના પ્રવાસ પર છે. પોતાના પ્રવાસના પહેલા ચરણમાં ચેન્નઇ પહોંચેલા વડાપ્રધાન મોદીએ સ્વદેશમાં વિકસિત નવી અર્જુન ટેન્ક ભારતીય સેનાને સોંપી. આ ઉપરાંત તેઓએ અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યું. Arjun Main Battle Tank (MK-1A) was handed over to the Army. A tank made in Tamil Nadu will protect our borders. This is a glimpse of Bharat’s Ekta Darshan.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પરિયોજનામાં ચેન્નઈ મેટ્રો પરિયોજના અને કેરળમાં એક પેટ્રોકેમિલક પરિસરના શુભારંભ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મને સ્વદેશી રૂપથી ડિઝાઇન અને નિર્મિત અર્જુન માર્ક ૧એ ટેન્કને સોંપવા પર ગર્વ છે.

તમિલનાડુ પહેલાથી જ ભારતનું અગત્યનું ઓટોમોબાઇલનું પ્રોડક્શન હબ છે. હવે હું તમિલનાડુને ભારતની ટેન્ક નિર્માણ કેન્દ્ર તરીકે વિકસિત થતાં જાેઇ રહ્યો છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અર્જુન ટેન્ક દેશની ઉત્તરી સરહદો પર તૈનાત કરવામાં આવશે. પીએમ મોદીએ ચેન્નઇમાં આયોજિત કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે, બે વર્ષ પહેલા આ જ દિવસે પુલવામા હુમલો થયો હતો.

આપણે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓએ આ હુમલામાં શહીદ થયા હતા. આપણને દેશના સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની બહાદુરીથી અનેક પેઢીઓને પ્રેરણા મળતી રહેશે. હાલમાં જ રક્ષા મંત્રાલયે ૧૧૮ ઉન્નત અર્જુન માર્ક ૧એ ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાનો ર્નિણય લીધો હતો.

૮,૪૦૦ કરોડ રૂપિયાની કિંમતવાળી આ ટેન્કને સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરવામાં આવી છે. આ ટેન્કનું નિર્માણ અને વિકાસ સંપૂર્ણપણે ડીઆરડીઓએ કર્યું છે અને તે ભારતીય સેનાની દરેક જરૂરિયાતોને પૂરી કરવાનું છે. અર્જુન ટેન્કને ડીઆરડીઓ કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્સીસમેન્ટમાં ડિઝાઇન કરવામાં આવી છે.

આ દરમિયાન વડાપ્રધાને ચેન્નઈ મેટ્રો પરિયોજનાના પહેલા ચરણનું શુભારંભ કરાવ્યું. આ વિસ્તારિત પરિયોજનાને પૂરી કરવામાં ૩,૭૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તે ઉત્તર ચેન્નઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન સાથે જાેડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.