Western Times News

Gujarati News

મુખ્યમંત્રીને બચાવનાર સિક્યુરિટી જવાનની સતર્કતા અને કાર્યદક્ષતાની પ્રશંસા થઇ રહી છે

અમદાવાદ: પ્રચાર રેલી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં સભા સંબોધતા સમયે ઢળી પડ્યાં હતા. જાે કે તેઓ ઢળી પડે તે પહેલા જ કંઇક અજુગતુ બની રહ્યું છે તેવું સમજી ચુકેલો સુરક્ષા જવાન પહેલાથી જ તેમની પાછળ આવીને તેમને પકડી લીધા હતા. મુખ્યમંત્રીને નીચે પટકાતા બચાવ્યા હતા.

આ સિક્યુરિટી જવાનની સતર્કતા અને કાર્યદક્ષતાની પ્રશંસા થઇ રહી છે. મુખ્યમંત્રીના બદલેલા અવાજ પરથી જ તેણે અંદાજ લગાવી લીધો કે મુખ્યમંત્રીને કંઇક થઇ રહ્યું છે.

મુખ્યમંત્રીનો અવાજ જેવો લથડ્યો કે તુરંત જ ખુબ જ ચપળતાથી તે મુખ્યમંત્રીની પાછળ પહોંચી ગયો હતો. મુખ્યમંત્રીને પકડી લીધા હતા. તેની સેકન્ડોમાં જ મુખ્યમંત્રી નીચે પટકાયા હતા. જે જવાન દ્વારા તેમને ઝીલી લઇને ધીમેથી નીચે બેસાડવામાં આવ્યા તે પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એસ. ચુંડાવત છે.

તેઓ મુળ ઉત્તરગુજરાતના સાબરકાંઠાના છે. તે મુખ્યમંત્રી સાથે રહેતા કમાન્ડો તરીકે લાંબા સમયથી ફરજ બજાવે છે. મુખ્યમંત્રી તેમના પર ખુબ જ વિશ્વાસ પણ ધરાવે છે. લાંબા સમયથી તેઓ મુખ્યમંત્રી સાથે હોવાનાં કારણે તે મુખ્યમંત્રીને પણ ખુબ જ સારી રીતે ઓળખે છે.

અત્રે નોંધનીય છે કે, સ્ટેજ પર બોલતા સમયે મુખ્યમંત્રીની જીભ લથડી તે સમયથી જ સુરક્ષામાં રહેલા ચુંડાવત સમજી ગયા હતા કે જરૂર મુખ્યમંત્રીને કોઇ તકલીફ છે. શનિવારથી તાવ આવતો હોવાની ચુંડાવતને પહેલાથી જ ખબર હતી. જેથી તેઓ મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર મુખ્યમંત્રીને સીધા જ સ્ટેજ પર સુવડાવી દીધા હતા.

અત્રે નોંધનીય છે કે, જાે ચુંડાવત દ્વારા મુખ્યમંત્રીને બે ખભા પકડીના લેવાયા હોત તો મુખ્યમંત્રી સીધા જ નીચે પટકાયા હોત. આવી સ્થિતીમાં તેમને ગંભીર ઇજાઓ પણ થઇ શકી હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.