Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી તા. 19-08-2019 થી તા. 25-05-2019

મેષ: સોમવાર આપને પ્રવાસ તેમજ પર્યટનનો પ્રબળ યોગ છે. મંગળવાર જમીન વાહનના કામકાજ કરવા માટેનો શુભ દિવસ. બુધવાર ખોટી ચિંતાઓ તેમજ માતાના આરોગ્યમાં મુશ્કેલીઓ ઉભી થાય. ગુરૂવાર સંતાનો બાબતે શુભ સમાચાર મળે આર્થીક લાભ થાય. શુક્રવાર જાખમી કામકાજથી દૂર રહેવામાં હીત છે. શનિવાર આરોગ્યમાં ગરબડ ઉભી થશે. દવાનો ખર્ચ વધશે. રવિવાર મોસાળ પક્ષના સ્વજનો સાથે મુલાકાત થાય.

વૃષભ: સોમવાર આજનો દિવસ નાણાં પ્રાપ્તી માટે અતિ શુભ છે. મંગળવાર પડોશીઓ તેમજ ભાઈ ભાંડુઓ સાથેના સંબંધો સુધરે. બુધવાર દુરના સ્થળોએ મુસાફરી જવાનું આયોજન થાય. ગુરૂવાર માનસીક ઉગ્રતા અને વાણીને સંયમમાં રાખશો. શુક્રવાર તમામ પ્રકારના કામકાજમાં સફળતાઓ મળશે. શનિવાર સંતાનોની તકલીફમાં વધારો થાય. રવિવાર શારિરીક સ્ફૂર્તિ તેમજ કામ કરવાની ક્ષમતામાં વધારો થાય.

મિથુન: સોમવાર આપના આરોગ્યમાં વાતાવરણના કારણે મુશ્કેલીઓ વધશે. મંગળવાર નાણાકીય બાબતોની સહાય મળશે. બુધવાર કુટુંબના સભ્યો વચ્ચે મનમેળ વધશે. ગુરૂવાર સંદેશા વ્યવહારના કામકાજમાં આપને વધુ સરળતા રહેશે. શુક્રવાર દરેક જગ્યાએથી શુભ સમાચાર મળશે. શનિવાર આપના દરેક કામોમાં અવરોધ વધશે. રવિવાર અભ્યાસ તેમજ સંતાનો માટે શુભ દિવસ.

કર્ક: સોમવાર ખર્ચનું પ્રમાણ વધશે. ખોટી ચિંતાઓ રહેશે. મંગળવાર આપના દરેક કામોમાં અવરોધનું પ્રમાણ વધશે. બુધવાર ચિંતાઓ અને શારીરિક તકલીફનું પ્રમાણ વધે. ગુરૂવાર કુટુંબના સભ્યોના વાણી વર્તનના કારણે મનદુઃખ વધશે. શુક્રવાર ધંધા વ્યવસાયમાં આવકનું પ્રમાણ વધે. શનિવાર શારિરીક સ્ફુર્તિ અને કાર્યક્ષમતામાં વધારો થાય. રવિવાર પ્રવાસ પર્યટન થાય.

સિંહ: સોમવાર સંતાનો તરફથી સાથ સહકાર મળશે લાભ થાય. મંગળવાર શત્રુઓ તેમજ હરીફોથી સાવચેત રહેવું જરૂરી છે. બુધવાર અજાણ્યા માણસોથી નુકશાન થવાની સંભાવના છે. ગુરૂવાર જમીન મકાન અને વાહનના કામોમાં સફળતાઓ મળશે. શુક્રવાર આપના હકારાત્મક વિચારોથી ધંધામાં સફળતા મળશે. શનિવાર આર્થીક બાબતોમાં આપને સફળતા મળશે. રવિવાર મુસાફરી પ્રવાસ મુલતવી રાખવા.

કન્યા: સોમવાર દામ્પત્ય જીવનમાં તાલમેલ વધશે શુભ દિવસ. મંગળવાર નીચલા વર્ગના માણસો આપને લાભ કરાવશે. બુધવાર ધંધા વ્યવસાયમાં દૈનીક આવકમાં વધારો થાય. ગુરૂવાર વાહન શાંતીથી ચલાવશો અકસ્માત થવાના યોગ પ્રબળ છે. શુક્રવાર અચાનક જ મોટો ખર્ચ આવશે મગજ શાંત રાખશો. શનિવાર શારિરીક બાબતે અસ્વસ્થતા વધતી જણાય રવિવાર મિત્રો સગા સ્નેહીઓથી લાભ થાય.

તુલા: સોમવાર ભાગ્યનો સાથ મળશે ધાર્મીક ભાવનામાં વધારો થાય. મંગળવાર દરેક કામોમાં આપને સફળતા અને વિજય મળશે. બુધવાર દસ્તાવેજી કામકાજ તેમજ સંદેશા વ્યવહારના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર અચાનક ધન લાભ થાય. સફળતાવાળો દિવસ છે. શુક્રવાર સરકારી કામકાજ તેમજ ઉપરી અધિકારીઓથી લાભ થશે. શનિવાર શારિરીક અસ્વસ્થતાનો અનુભવ થાય. રવિવાર પરદેશ માટેના કાર્યોમાં સફળતા મળશે.

વૃશ્ચિક: સોમવાર આજનો દિવસ ખૂબ શાંતીથી પસાર કરશો. મંગળવાર ધંધા વ્યવસાયમાં ખૂબ જ સારો લાભ થશે. બુધવાર ધંધા વ્ય્વસાયમાં ખર્ચનું પ્રમાણ વધવાના યોગ છે. ગુરૂવાર મળતા લાભ અટકે નહી તેનું ધ્યાન રાખશો. શુક્રવાર મોજશોખ તેમજ ખરીદીમાં આપનું ધન ખર્ચ થાય. શનિવાર સરકારી કામકાજમાં સાવધાની રાખશો. રવિવાર પ્રવાસ પર્યટનના યોગ પ્રબળ બને છે.

ધન: સોમવાર વાતાવરણના કારણે શારિરીક અસ્વસ્થતા જણાય. મંગળવર શારિરીક તકલીફો વધતી જશે દવામાં ખર્ચ વધશે. બુધવાર ધંધા વ્યવસાયમાં મુશ્કેલીઓ વધશે આવક ઘટશે. ગુરૂવાર જમીન મકાન વાહનના કામકાજથી લાભ થશે. શુક્રવાર કિંમતી ચીજવસ્તુઓ ખરીદી કરવા માટેનો શુભ દિવસ છે. શનિવાર ઉચ્ચ અધિકારીઓ સાથેના કામો સફળ થાય. રવિવાર ફેમીલી સાથે આનંદ પ્રમોદનો દિવસ છે.

મકર: સોમવાર શત્રુઓ તેમજ બીમારીના કારણે આપનો દિવસ સારો પસાર થાય નહી. મંગળવાર દરેક જગ્યાએથી આપને શુભ સમાચારો મળશે. બુધવાર દામ્પત્ય જીવનમાં ગેરસમજનું પ્રમાણ વધશે. ગુરૂવાર વાહન શાંતીથી ચલાવશો તેમજ ઝઘડાથી દૂર રહેશો. શુક્રવાર આરોગ્ય અંગેની તમામ સમસ્યાઓ દૂર થાય. શનિવાર ધાર્મીક સ્થળો તેમજ દાન ધર્મ કરશો. રવિવાર આપના માટે અતિ ઉત્તમ દિવસ છે.

કુંભ: સોમવાર આપના સંતાનો માટે તકલીફવાળો તેમજ વિદ્યાર્થી મિત્રોને અવરોધ આવશે મંગળવાર આજરોજ નોકરો તેમજ અજાણ્યા માણસોથી સાચવશો. બુધવાર ખાવા પીવામાં ધ્યાન રાખશો આરોગ્યના પ્રશ્નો ઉભા થશે. ગુરૂવાર દામ્પત્ય જીવનમાં ગેરસમજ જીવનસાથીનું આરોગ્ય બગડે. શુક્રવાર દરેક પ્રકારની ભાગીદારીમાં સાવધાની રાખવી. શનિવાર આજરોજ શ્વસુર પક્ષ તરફથી લાભ થશે. રવિવાર હરવા ફરવામાં દિવસ પસાર થશે.

મીન: સોમવાર માતા પિતા સાથે ધાર્મીક સ્થળોની મુલાકાત લેવાનો લાભ મળશે. મંગળવાર આજરોજ ધંધા વ્યવસાયમાં આકસ્મિક ધન લાભ મળશે. બુધવાર સગાઈ લગ્નના તેમજ પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે. ગુરૂવાર આજરોજ સરકારી કામકાજમાં મુશ્કેલીઓ ઉભી થશે. શુક્રવાર વિજાતીય આર્કષણથી બચશો તો લાભ થશે. શનિવાર જાહેર જીવનમાં વાણી વર્તનમાં સંયમ રાખશો. રવિવાર દરેક જગ્યાએ વાદવિવાદથી બચશો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.