Western Times News

Gujarati News

કોરોનાએ ફરીથી વેગ પકડતાં મુંબઈમાં લોકડાઉનના સંકેત

મુંબઈ: મુંભઈમાં ૧લી ફેબ્રુઆરીથી લોકલ ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ચુક્યું છે. લોકલના પરિચાલન બાદ રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. લોકો માસ્ક નથી લગાવી રહ્યાં. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, આપણે વધુ એક લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છીએ.

૪૨ દિવસો બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાઈરસના કેસોએ રફ્તાર પકડી છે. આ વધતી રફ્તાર ડરામણી છે કારણ કે ફરી એકવાર દરરોજ કોરોનાના ૩ થી ૪ કેસ સામે આવવા લાગ્યા છે. મુંબઈની સ્થિતિ વણસી રહી છે. એવામાં સરકારની ચિંતા વધી છે.
મુંબઈના મેયરે સ્પષ્ટ કહ્યું છે કે, જાે લોકો માસ્ક નહી લગાવે તો શહેરમાં લોકડાઉન લગાવવું મજબૂરી થઈ જશે. રાજ્યમાં અને મુંબઈમાં વધી રહેલા કોરોનાના કેસ ચિંતાનો વિષય છે. ટ્રેનમાં મુસાફરી કરનારા વધારે લોરો માસ્ક નથી પહેરતા. લોકલમાં ભીડ હોય છે પરંતુ લોકો માસ્ક નથી પહેરતા, લોકોએ સાવચેતી રાખવી જાેઈએ.

મેયરે જણાવ્યું કે, લોકોએ જાે વાત નહી માની અને માસ્ક લગાવવાનું શરૂ નહી કર્યું તો આપણે વધુ એક લોકડાઉન તરફ આગળ વધીશું. શું ફરીથી લોકડાઉન લાદવામાં આવશે એવા સવાલ પર તેમણે જણાવ્યું કે, એ લોકોના હાથમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.