Western Times News

Gujarati News

મોદી સરકાર ખેડૂત આંદોલનના કારણે પડી જશે : ઓ પી ચૌટાલા

ચંડીગઢ: પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ઇનલો સુપ્રિમો ઓપી ચૌટાલા મંગળવારે જીંદ પહોંચી ગયા હતા. તે દરમિયાન તેમણે કેન્દ્ર અને હરિયાણાની સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન ભાજપની સરકારનુ પતન થઇ જશે અને દેશની અંદર મધ્યાવધિ ચૂંટણી થશે.

આ આંદોલનની અસર સમગ્ર દેશની રાજનીતિ પર થશે અને માત્ર હરિયાણા જ નહી દેશ માટે ખેડૂત આંદોલન સારા સમાચાર લઇને આવશે. કારણકે જ્યારે અંગ્રેજાે વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવ્યુ ત્યારે ૧૦૦ વર્ષથી પણ વધારે ચાલ્યુ હતુ પરંતુ તેના સુખદ પરિણામ આવ્યા હતા.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ કહ્યું કે ખેડૂતોએ બધી જ સુખ અને સુવિધા છોડીને સંઘર્ષની જે રાહ પકડી છે તેનાથી દેશનું વાતાવરણ બદલાઇ ગયુ છે. આંદોલનના કારણે પંજાબ અને હરિયાણાની કટુતા પ્રેમમાં બદલાઇ ગઇ છે.

જે લોકો જાત પાતનું ઝેર ફેલાવતા હતા તે લોકોને આંદોલનના માધ્યમથી તમાચો મારી દેવામાં આવ્યો છે. ખેડૂત જાત પાત અને ધર્મની દિવાલો તોડીને સરકારના સુપડા સાફ કરવાનો ર્નિણય લઇ રહ્યાં છે. સત્તા પરિવર્તન જરૂરી છે અને આ સમયે જે દેશનો માહોલ છે તે હિસાબે સરકારને પલટવા માટે ૫ વર્ષની જરૂર નહી પડે.

તેમણે કહ્યું કે, ખેડૂતોની હિંમત તેમજ હોંસલાનું પરિણામ જાેવા મળશે અને દેશમાં ૫ વર્ષ પહેલા જ ચૂંટણી યોજાશે. જનતાના ર્નિણય અને ઇચ્છા અનુસાર સરકાર બનશે. સરકાર બનાવવાનો ર્નિણય એવો હોવો જાેઇએ કે ભવિષ્યમાં કોઇ તકલીફ ન થાય.

ચૌટાલાએ કહ્યું કે દીનબંધુ સર છોટુરામની જયંતિ પર ખેડીતોને સંબોધિત કરવુ તે મારુ સૌભાગ્ય છે. સર છોટુરામ, ચૌધરી દેવીલાલ તેમજ ચરણસિંહના નક્શે કદમ પર ચાલો. તેણે કહ્યું કે અમારુ કોઇ વ્યક્તિગત, રાજનૈતિક તેમજ આર્થિક સ્વાર્થ નથી અને સંઘર્ષ તો આપણા લોહીમાં છે. વોટના માધ્યમથી જ આવી સરકારોનું પતન કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.