Western Times News

Gujarati News

અમદાવાદમાં મતદારોની સુરક્ષા માટે ૨૨ હજાર સુરક્ષા જવાન તહેનાત રહેશે

Files photo

અમદાવાદ: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે યોજાનારા મતદાન માટે અંદાજે ૨૦ હજાર પોલીસ અને હોમગાર્ડસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવવાની તૈયારી કરી દેવાઈ છે. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આખરી ઓપ આપવામા આવ્યો છે.

સંવેદનશીલ વિસ્તારો માટે પેરામિલીટરી ફોર્સ ઉતારવામાં આવશે. જ્યારે પોલીસ, હોમગાર્ડસ અને અર્ધલશ્કરી દળો મળીને ૨૨ હજાર સુરક્ષા જવાનો ચૂંટણી બંદોબસ્તમાં તહેનાત રહેશે, જેમાં પેરામિલીટરી ફોર્સ ૧૬ તારીખે અમદાવાદ આવશે. હવે ગણતરીના દિવસો બાકી રહેતા બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આમાં ૨૪થી ૩૦ કલાક પહેલાં પોલીસ અને ચૂંટણી કર્મચારીઓને મતદાન મથક પર ગોઠવી દેવામાં આવશે.

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી પોલીસે પણ બંદોબસ્તમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી દીધી છે. આ અંગે પોલીસ અધિકારીઓ સતત બેઠક યોજી વ્યવસ્થા બનાવી રહ્યા છે. ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે મુશ્કેલીઓ ઊભી ન થાય તેને લઇને મિટીંગોમાં ર્નિણય લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.