Western Times News

Gujarati News

BigBoss14: નિકી તંબોલી ૬ લાખ લઈને ઘરમાંથી નીકળી જશે ?

મુંબઈ: સલમાન ખાનના કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસની ૧૪મી સીઝન પૂરી થવા જઈ રહી છે. આગામી એપિસોડમાં દર્શકોને શોકિંગ ટિ્‌વસ્ટ જાેવા મળી શકે છે. શોની કન્ટેસ્ટન્ટ નિકી તંબોલીને કપરી પસંદગી કરવાની આવી શકે છે.

ચેનલ દ્વારા હાલમાં જ એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં ઘરના સભ્યોને બિગ બોસ ૧૪ છોડતાં પહેલા એક છેલ્લી ઈચ્છા માગવાનું કહેવામાં આવે છે. ભાવુક થયેલો અલી ગોની તેની મમ્મીને વિડીયો કૉલ કરવા માગે છે.

સાથે જ તેની બહેન ઈલ્હામ ગોનીના નવજાત બાળકને જાેવા માગે છે. તો બીજી તરફ નિકી પણ પોતાના પરિવારજનોને યાદ કરીને આંસુ સારતી જાેવા મળે છે. જાે કે, કન્ટેસ્ટન્ટ્‌સની આ ઈચ્છાઓ સરળતાથી તો પૂરી નહીં જ થાય. એક કન્ટેસ્ટન્ટની ઈચ્છા પૂરી થશે અને બાકીનાએ કંઈક ત્યાગ કરવો પડશે. બિગ બોસ રાહુલ વૈદ્યને કહે છે કે, નિકી ઈચ્છા પૂરી થાય માટે તેણે ગર્લફ્રેન્ડ દિશા પરમારના સ્કાર્ફનો નાશ કરવો પડશે. પ્રોમો પરથી એ સ્પષ્ટ નથી થયું કે રાહુલે બિગ બોસની શરત માન્ય રાખી છે કે નહીં.

પરંતુ ઉદાસ થયેલી નિકી રૂબિનાને કહે છે કે, તે દિશાનો સ્કાર્ફ રાહુલની આંખ સામે જ નષ્ટ કરશે. બાદમાં બિગ બોસ નિકી સામે આશ્ચર્યચકિત કરતી શરત મૂકે છે,

જેમાં તેને ઘરમાં રહેવાની અથવા તો ૬ લાખ રૂપિયા લઈને શો છોડવાના વિકલ્પ આપવામાં આવે છે. આ દરમિયાન રાખી કહે છે કે, ૬ લાખ રૂપિયા નાની રકમ નથી. ત્યારે નિક્કી પણ કહે છે કે,

આ રકમ તેના માટે પણ મહત્વની છે. સોશિયલ મીડિયા પેજ ‘ધ ખબરી’ કે જે બિગ બોસના સ્પોઈલર્સ શેર કરતા રહે છે, તેનું માનીએ તો નિકી ૬ લાખ રૂપિયા લઈ લેશે અને શો છોડી દેશે. જાે કે, આ અંગેની કોઈ સત્તાવાર વિગત હજી સામે આવી નથી.

થોડા દિવસ પહેલા જ બિગ બોસ ૧૪ની પહેલા ફાઈનાલિસ્ટ બનનારી નિકી તંબોલી ૬ લાખ રૂપિયા લઈને શો છોડે છે કે ઘરમાં જ રહે છે, તે જાેવાનું રસપ્રદ બની રહેશે. આગામી દિવસોમાં એક કન્ટેસ્ટન્ટ આઉટ થતાં બિગ બોસ ૧૪ના ટોપ ૪ કન્ટેસ્ટન્ટ મળી જશે. બિગ બોસ ૧૪નું ગ્રાન્ડ ફિનાલે ૨૧ ફેબ્રુઆરીના રોજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.