Western Times News

Gujarati News

LIC કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં રસ્તા પર

FDI અને IPOનો ર્નિણય પરત ખેંચવા કર્મીઓની માગ ગોધરા સહિત પંચમહાલમાં કર્મીઓએ એલઆઈસીની કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો

પંચમહાલ, ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓએ એફડીઆઈ ૭૪% અને આઇપીઓનો ર્નિણય પરત ખેંચવા સહિતની માંગણીઓ મુદ્દે દેશભરમાં કરાયેલા વિરોધ પ્રદર્શનમાં ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં કર્મચારીઓએ જાેડાઈ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

જાે તેમની માંગ સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદ્‌લોનની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે.કેન્દ્ર સરકારે તાજેતરમાં બજેટમાં એફડીઆઈ ૭૪% કરવા અને એલઆઇસી આઇપીઓ બહાર પાડવા અંગે જાહેરાત કરી છે. જે બાબતનો એલઆઇસીમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાં વિરોધ ઉઠ્‌યો છે. આ ઉપરાંત કર્મચારીઓના પગાર વધારા માંગણીનું સેટલમેન્ટ છેલ્લા ૪૨ મહિના વીતવા છતાં કરવામાં આવ્યું નથી. જેનો પણ કર્મચારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે.

આ ત્રણ માંગણી મુદ્દે દેશભરમાં એલઆઇસી યુનિયનના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, એલઆઇસી સરકાર માટે સોનાનું ઇડું આપતી મરઘી સમાન છે. ત્યારે સરકાર એફડીઆઈ ૭૪% અને આઇપીઓ બહાર પાડવાની જાહેરાત કરી જે યોગ્ય બાબત નથી એવો મત વ્યક્ત કરી આ બંને ર્નિણય પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પગાર વધારો કરવાની માંગણી મુદ્દે રજુઆત કરવા છતાં કોઈ જ ર્નિણય લેવાયો નથી. જે મુદ્દે કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની માંગણીઓ નહિં સંતોષવામાં આવે તો આગામી સમયમાં હડતાળ ઉપર જવા સુધી ર્નિણય લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.